વડાપ્રધાનના ગુજરાત પ્રવાસમાં કાર્યક્રમમાં ફેરફાર થતા એક દિવસ વહેલા આવશે:નર્મદા પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે હોમ ટાઉનમાં ફતેહ હાંસલ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંભીરતા સાથે કમરકસી છે પીએમનાં ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. આગામી સોમવારથી પ્રધાનમંત્રી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ કચ્છના ભચાઉમાં એક જંગી જાહેર સભા પણ સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની જનરલ મીટિંગમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડા પ્રધાનનો કચ્છની મુલાકાતનો કાર્યક્રમ પણ ગોઠવાયો છે. વડા પ્રધાન મોદી તા. ૨૩મીને મંગળવારે કચ્છની મુલાકાત લેવાના હતા હવે તેમના કાર્યક્રમમાં ફેરફાર યો છે અને તા.૨૩ને બદલે તા. ૨૨મીને સોમવારે કચ્છની મુલાકાત લેશે. વડા પ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ૨૩ને મંગળવારે આવવાના હતા, પરંતુ હવે તેઓ પ્રવાસ એક દિવસ વહેલા એટલે કે તા. ૨૨ને સોમવારે કચ્છ આવશે. તા. ૨૨ને સોમવારે ભચાઉમાં બપોરે ૨.૩૦ વાગ્યાના બદલે સાંજે ૫.૧૫ વાગ્યે જાહેરસભા સંબોધશે. જ્યારે કંડલા પોર્ટ ખાતે સાંજે ૪ વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કંડલા પોર્ટ ખાતે પહોંચશે અને ત્યાં કાર્યક્રમમાં હાજરી આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉમાં નર્મદાના પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કરવા તેમજ કંડલામાં વિવિધ વિકાસ કામો માટે આગામી સપ્તાહમાં આવવાના છે. તેઓ ૨૩ મેના નિધાર્રિત કાર્યક્રમો ઘડી કઢાયા છે પરંતુ મોડી રાત્રે પ્રદેશ ભાજપ તરફી કચ્છના લોકપ્રતિનિધિઓને અપાયેલી સૂચના મુજબ હવે વડા પ્રધાન મોદી ૨૩ના બદલે ૨૨ મેના સાંજે ભચાઉ આવશે. એપ્રિલ ૨૦૧૧માં રાપર તાલુકામાં નર્મદાની પધરામણી યા બાદ હવે બીજા તબક્કામાં ભચાઉ સુધી સિંચાઇના નીર પહોંચવાના છે. અહીંી કચ્છના છેવાડા સુધી કેનાલ વાટે પાણી પહોંચાડવા માટે ભચાઉના લોધિડા પાસે તૈયાર યેલા હેડવર્કસ પમ્પિંગ સ્ટેશન ઊભું કરાયું છે અને તેનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૨મી મેના સાંજે કરવામાં આવશે. નર્મદાના નીરના વધામણા જેવા લોકોત્સવ માટે અને નરેન્દ્ર મોદીને સાંભળવા માટે દોઢ લાખ લોકોને હાજર રાખવાનો ટાર્ગેટ રખાયો છે અને આ માટે કચ્છ જિલ્લા ભાજપી માંડીને પ્રદેશ ભાજપનું સંગઠન કામે લાગ્યું છે.
મૂળ કચ્છના અને મુંબઈ, સુરત કે અન્ય ભાગોમાં વસતા કચ્છના લોકોને પણ આ ભવ્ય સમારોહમાં જોડવાના છે અને તેના માટે નર્મદા એકસપ્રેસ નામની ટ્રેન આવે તેવી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કચ્છ ભાજપ દ્વારા ભચાઉનો કાર્યક્રમ સુરતના રોડ શો જેવો પાર પડે તે માટે એક જૂટ ઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા સંગઠનના મહામંત્રી અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કેેે, નર્મદાના નીર એ કચ્છી કે બૃહદ કચ્છી માટે લોકોત્સવ છે. નર્મદાના સિંચાઈના કે પીવાના પાણીના કારણે આગમી ભવિષ્ય ઉજળું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રની હાજરીવાળા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો સામેલ ાય તેવું આયોજન કર્યું છે. નર્મદા એકસપ્રેસ ટ્રેનમાં કચ્છીઓ ભચાઉ તો આવવાના જ છે પણ આફ્રિકન ક્નટ્રીમાંી પણ પાંચ કચ્છી પરિવાર આવે તેવી શકયતાઓ છે. દોઢ લાખ લોકો સમાઈ જાય અને વડા પ્રધાનના સંબોધનનો લાભ લે તે માટેની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. ભચાઉના કાર્યક્રમ માટે શ્રોતાઓને માટે એસટી સહિત ૧૦૦૦ બસની વ્યવસ કરવા તંત્ર દ્વારા કાર્યકારી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.પી. પોકિયાને સૂચના અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. કેન્દ્રનારોડ, શિપિંગ અને કેમિકલ મિનિસ્ટર મનસુખ માંડવિયા કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ૧૮મીએ ભચાઉના સ્ળની મુલાકાત લેશે. તેઓ લોધેશ્ર્વર પાસે ચાલી રહેલા કામનું નિરિક્ષણ કરશે. કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે પીએમની હાજરીવાળા કાર્યક્રમ માટે તંત્ર સજ્જ છે.