વલસાડમાં પાણી પુરવઠા યોજના અને જૂનાગઢમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ
અમિત શાહ આજે અમદાવાદમાં: કાલે જગન્ના મંદિરે કરશે મંગળા આરતી
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એકવાર પુન: ગુજરાત પધારી રહ્યા છે તે અંતર્ગત તારીખ ૨૦મી જુલાઇના રોજ સવારે વલસાડ જીલ્લામાં પાણી પુરવઠા ખાતાની આશરે ૫૦૦ કરોડ રૂપિયાની યોજનાનું ખાતમૃર્હુત તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બાંધકામ થયેલ આવાસોનું લોકાર્પણ કરશે. બપોરે જુનાગઢ ખાતે ૫૦૦ કરોડના ખર્ચ સો નવનિયુક્ત મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે અને સાંજે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના કોન્વોકેશનમાં ઉપસ્તિ રહેશે. અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે રાત્રે ગુજરાત આવશે. ભગવાન શ્રી જગન્નાજીની જગન્નાપુરી પછી અમદાવાદ ખાતે યોજાનારી રયાત્રા એ સમગ્ર ભારતમાં બીજા નંબરની મોટી રયાત્રા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ વર્ષોથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાજીના મંદિરમાં મંગળા આરતી કરી પુજા–અર્ચના કરે છે અને આ વર્ષે પણ પુજા–અર્ચના કરી આશીર્વાદ મેળવશે.
ત્યારબાદ ૧૪મી જુલાઇના રોજ યોજાનાર નેશનલ યુ પાર્લામેન્ટમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.આજની આ બેઠકમાં ભૂતકાળમાં યોજાયેલ કાર્યક્રમોનું રીપોર્ટીંગ લેવામાં આવ્યુ હતુ અને આગામી સમયમાં યોજનાર કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.
આગામી સમયમાં ભાજપા દ્વારા સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવશે. સુજલામ સુફલામ જળસંચય અંતર્ગત જે તળાવો ઉંડા કરવામાં આવ્યા છે અને અન્ય તળાવો તેમજ ડેમોમાં નવા નીર આવવા લાગ્યા છે ત્યારે આપણી સંસ્કૃતિ પ્રમાણે જળપુજનના કાર્યક્રમો યોજવામાં આવશે. ઋતુ બદલાતા ફેલાનાર રોગો સામે લડવા માટે મેડીકલ કેમ્પોનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે.
રક્ષાબંધનના તહેવારની ઉજવણીના કાર્યક્રમો મહિલા મોરચાની બહેનો દ્વારા વ્યાપક સ્વરૂપમાં યોજનાર છે. તે અંગેનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યુ છે. આમ, દિવાળીના સ્નેહમિલન સુધીના અનેક કાર્યક્રમોની સંરચના હાથ ધરવામાં આવી છે.
વાઘાણીએ કોંગ્રેસના ઘરવાપસીના નિવેદન અંગે જણાવ્યુ કે, ભાજપાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા છે. તે પૂર્વે તેઓ આપ પાર્ટીમાં જોડાયા હતા અને સદ્ભાવના પાર્ટી કી લડીને હારી ચૂક્યા છે. કોંગ્રેસની સો બેસીને તેમણે ભૂતકાળમાં આંદોલન કર્યા હતા. તે સમયે કોંગ્રેસ પ્રદેશના એકપણ નેતા જોવા મળ્યા નહોતા. આમ, પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને તેમના પર ભરોસો નથી. અંદરોઅંદર વિખવાદ અને ઝગડાના કારણે કોંગ્રેસ મૃતપાય સ્થિતિમાં આવી ગઇ છે.
વાઘાણીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી પ્રવાસના નામે ગુજરાત આવી રહ્યા છે પરંતુ જ્યારે પણ રાહુલ ગાંધીએ જ્યાં પણ પ્રવાસ કર્યો છે ત્યારે કોંગ્રેસને હરાવીને ઇતિહાસ સર્જયો છે. ગતવિધાનસભાની ચૂંટણીઓમાં છઠ્ઠી વખત હરાવીને રાહુલ ગાંધીએ કોંગ્રેસને સૌથી વધુ વખત હરાવવાનો ઇતિહાસ સર્જયો છે અને ફરી એક વખત રાહુલ ગાંધીનો આ ગુજરાત પ્રવાસ કોંગ્રેસને હરાવવા માટેનો બની રહેવાનો છે. હમણાં જ મળેલ કોંગ્રેસની બેઠકમાં મીડિયા મારફતે એવું જાણવા મળ્યુ છે કે, કોંગ્રેસને લોકસભાની ૧૨ થી ૧૫ બેઠકો પર ઉમેદવારો પણ જડતાં ની. ભાજપા સેવાકાર્યો કી જનતા સુધી પહોચે છે અને ફરી એક વખત જનતાના આશીર્વાદ મેળવીને લોકસભાની ચૂંટણીમાં ૨૬માંથી ૨૬ બેઠકો જીતશે તેવો આત્મવિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.