ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફુલોી શણગારવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ આજે દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મસ્તક ઝુકાવી ધન્યતા અનુભવી હતી.મંદિરના મુખ્યપુજારી પ્રવિણભાઇ ભાગવાનજીભાઇએ શાોકત વિધી પુર્વક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન વિધી કરાવી હતી. નરેન્દ્રભાઇ મોદીએ ભક્તિભાવ પુર્વક ભગવાન દ્વારકાધીશના પૂજન-અર્ચન કરીને દેશના લોકોની સુખાકારીમાં વધારો ાય તેવી ર્પ્રાના કરી હતી. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રિય મંત્રી નીતિનભાઇ ગડકરી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ પુજાવિધિમાં જોડાયા હતા. પ્રધાનમંત્રી મંદિરના પટાંગણમાં આવી પહોંચતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, જિલ્લા કલેકટર જે.આર.ડોડીયા દ્વારકાધીશ મંદિર વ્યવસપક સમિતિના ઉપાધ્યક્ષશ્રી ધનરાજભાઇ નવાણીએ પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. દ્વારકાધીશ મંદિર વ્યવસપક સમિતિના સભ્યશ્રી હરિભાઇ આધુનિકને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સુરક્ષાના કવચ છોડીને મળવા ગયા હતા. તા તેમના તબિયતના ખબરઅંતર પુછયા હતા. હરિભાઇ આધુનિકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને દેશ શાસનના સફળ નેતૃત્વય અને વિકાસની ગતિશીલતા સતત ઉન્નત રાખવા માટેની શુભેચ્છા્ઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ લોકોનું અભિવાન ઝીલ્યુ હતું. આ પ્રસંગે જામનગરના સાંસદ પુનમેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ જે.એન.સિંઘ,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્નિત રહયા હતા.
‘વિકાસ’ની ફિરકી લેનારાઓને વડાપ્રધાન મોદીનો જવાબ
છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે સહિતના વાકયોના માધ્યમથી સરકારની કામગીરીની ફિરકી લેવાઈ રહી છે. વિકાસની આ મજાક પાછળ કોંગ્રેસને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ત્યારે આજે દ્વારકામાં વડાપ્રધાન મોદીએ વિકાસની ફિરકી લેનારાઓને આડેહાથ લીધા છે. તેમણે વિરોધ પક્ષ દ્વારા થતી મજાકનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું છે કે, વિકાસ કરવા માટે દીર્ધ દ્રષ્ટી, સંકલ્પ અને મહેનત જોઈએ. અડકતરી રીતે વડાપ્રધાન મોદીએ અગાઉની સરકારો પાસે દિર્ધ દ્રષ્ટી અને સંકલ્પની કમી હોવાનો પ્રહાર કર્યો હતો.