સફાઈ કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનના ખરા નાયક, સ્વચ્છતા અભિયાનમાં દેશવાસીઓના અભૂતપૂર્વ સાથ સહકાર ને યશભાગી ગણાવતા વડાપ્રધાન
સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કાનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રારંભિક વક્તવ્યમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ જ સ્વચ્છતા અભિયાનના સાચા નાયક છે, સ્વચ્છતા અભિયાનને સમગ્ર દેશની પ્રજાએ અભૂતપૂર્વ રીતે આવકાર આપીને તેને સફળતા અપાવી છે ,ભૂતકાળની વાત કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે શાળામાં સોચાલય નાહોવાથી બહેનો અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હતા હવે એ સ્થિતિ ભૂતકાળ બની છે, શહેરી જીવન અસમાનતા દૂર કરવાનું માધ્યમ બન્યું છે અને સ્વચ્છતા અભિયાનથી લોકોમાં પણ સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવી છે આવનાર દિવસોમાં ૧૦ કરોડ સોચાલ્યો ઉભા કરવાનું લક્ષ્ય પૂરું કરવા જઈ રહ્યું છે.
ત્યારે સ્વચ્છતા ની જીવનશૈલી બનાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓનો ની વાળો આવે ૨.૦ સ્વચ્છતા અભિયાનના પ્રારંભથી દેશમાં રસ્તા તરફ વધુ આગેકૂચ થઈ છે વડાપ્રધાને તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશમાં સામાજિક સમરસતા કામગીરી થઇ રહી છે તેના પરિણામો પણ મળી રહ્યા છે શેરી ફેરિયાઓ ને લોન આપી પગભર કરવામાં પણ હવે ત્રીજા તબક્કાની સુધી બેન્કો પહોંચી ગઈ છે.
ડિજિટલ પેમેન્ટ ની સ્વ સુવિધાથી લઈને કચરાના ઢગલામાંથી શહેર ને બહાર કાઢવા જેવાં અભિયાનો અને દેશની એક પણ નદીમાં ગંદું પ્રદૂષિત પાણી ન ફેલાય તે માટેની કામગીરી હવે પરિણામદાયી બની છે સ્વચ્છતા અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળતાનો યશ તેમણે નાગરિકો ને આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે અત્યારે દેશમાં ગરીબનું ભલું કરવાની તંદુરસ્ત સ્પર્ધા ઊભી થઈ છે અને તેના પરિણામો હંમેશાં સારા જ આવશે સ્વચ્છતા અભિયાન ભારતની કિસ્મત બનાવીસ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે દરેક નાગરિકોએ પોતાના ધર્મ નિભાવવો જોઈએ તેવો અનુરોધ કર્યો હતો