વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સ્પોર્ટ્સ દિવસે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી છે. આ અભિયાનનું ઉદ્ધાટન કરતાં તેમણે કહ્યું છે કે, સ્વસ્થ દેશ બનાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આજના જ દિવસે આપણને મેજર ધ્યાનચંદના રૂપમાં હોકીના જાદુગર મળ્યા હતા.
હું તેમને નમન કરુ છું. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેલ્ધી ઈન્ડિયાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સ્પોર્ટ્સ મંત્રાલય અને યુવા વિભાગને અભિનંદન આપુ છું. જે પ્રમાણે તેઓ પર્ફોમ કરી રહ્યા છે તે જોઈને લાગતું નથી કે મારે ફિટનેસ વિશે ભાષણ આપવાની જરૂર છે. બોડિ ફિટ તો માઈન્ડ હિટ. ફિટનેસ માટે ઈન્વેસ્ટમેન્ટ ઝીરો થાય છે પરંતુ તેમાં રિર્ટન 100% છે.
ફિટ ઈન્ડિયાના આ કેમ્પેનમાં બિઝનસ, ફિલ્મ અને સ્પોર્ટ્સ સહિત અનેક સેલેબ્સ સામેલ થશે. મોદીએ તાજેતરમાં જ ‘મન કી બાત’માં આ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો.