વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી ગયા છે. અહીં તેમણે દેશના પહેલાં મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદી કાશીમાં કુલ 2413 કરોડની યોજનાઓ લોન્ચ કરશે.

વડાપ્રધાન મોદીએ વારાણસીના રિંગ રોડ ટ્રાયંગલ પાસે ગંગા નદી પર બનેલા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું છે. ત્યારપછી વડાપ્રધાન મોદી જનસભાને પણ સંબોધશે.

પીએમ બાબાતપુરથી વાજિદપુર જનસભા સ્થળ સુધી 12 કિમી સુધી રોડ શો કરશે. અહીં જનસભા સંબોધ્યા પછી પીએમ મોદી વાજિદપુર હરહુઓ ફ્લાયઓવરના રસ્તે એરપોર્ટ જશે. જે અત્યાર સુધી સામાન્ય જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી. પીએમ મોદી આજે કુલ 10 યોજનાઓનું લોકાર્પણ કરશે અને 7 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

અહીં તેઓ પ્રયાગરાજ-હલ્દિયા વોટર હાઈવેના પહેલા મલ્ટી મોડેલ ટર્મિનલનો શુભારંભ કરશે. ત્યાર બાદ ટર્મિનલ પર વડાપ્રધાન કોલકાતાથી પેપ્સિકો કંપનીના 16 કન્ટેનર લઈને નિકળેલા માલવાહક જહાજ ટાગોરને રિસિવ કરશે. આ જહાજ શુક્રવારે સવારે જ વારાણસી પહોંચી ગયું છે. આ ટર્મિનલ શરૂ થવાથી ગંગાના રસ્તે વેપારના નવા યુગની શરૂઆત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.