ટોસ સમયે ભારત અને ઓસ્ટ્રેલીયા બન્ને દેશોના વડાપ્રધાન હાજર રહેશે
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આગામી 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટને નિહાળવા માટે ભારત અને ઓસ્ટ્રેલીયા બન્ને દેશોના વડાપ્રધાન ઉ5સ્થિત રહેશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતમાં રોકાણ કરશે.
પી.એમ. મોદી 8મી માર્ચ રાત્રીના ગુજરાત આવી પહોંચશે. તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે કરશે 9મી માર્ચના રોજ વહેલી સવારે તેઓ અમદાવાદમા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર રહેશે ટોચ સમયે ભારત અને ઓસ્ટ્રેલીયા બન્ને દેશોના વડાપ્રધાન હાજરી આપશે બન્ને દેશના પી.એમ. કોમેન્ટ્રી કરે તેવી સંભાવના પણ હાલ જણાય રહી છે.ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટેડિયમ ફુલ કરવાની જવાબદારી ભાજપના સાંસદ ધારાસભ્યો અને કોર્પોરેટરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાજયભરમાંથી કાર્યકરોને ટેસ્ટ મેચ જોવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ટિકીટની વ્યવસ્થા પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા કરી આપવામાં આવશે.