પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બુધવાર એટલે કે આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જયંતિ પર લાલ કિલ્લામાં સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ  લાલ કિલ્લામાં અંદર બનાવવામાં આવેલ 3 સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સંગ્રહાલય નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ઇંડિયન નેશનલ આર્મી પર આધારિત છે. તેમાં બોઝ અને આઈએનઈ સંબંધિત શિલ્પકૃતીને દર્શાવવામાં આવ્યું છે. જેમાં નેતાજી દ્વારા વાપરેલ વસ્તુ જેમકે તેની ખુરશી , તલવાર, પદક, વરદી અને અન્ય સમાન પણ રાખવામા આવ્યો છે.

તે સિવાય ” યાદ એ જલિયા ” સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન કર્યું છે. જે 1919 જાલિયાવાલા નરસંહારના ઇતિહાસના લોકોને રૂબરૂ કરાવશે. તેની સાથે વિશ્વ યુદ્ધ-1ના ભારતીય સૈનિકોની વીરતાને પણ પ્રદર્શિત કરશે.

ત્રીજો સંગહાલય 1857ના સ્વતંત્રતા સંઘર્ષના ઐતિહાસિક ગાથાને પ્રસ્તુત કરશે. જે તે દરમિયાન ભારતીય દ્વારા થયેલ બલિદાનને દર્શાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.