- ગ્લોબલ કોન્ફરન્સને યાદગાર બનાવતી પોસ્ટલ ટિકિટનું લોન્ચીંગ: સુંદર આયોજન-વ્યવસ્થા બદલ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની સરાહના
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આઇ.સી.એ. ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જેમાં ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ભુતાનના વડાપ્રધાન એચ.ઈ.દાસો શેરીંગ ટોબગે, ફિજીના નાયબ વડાપ્રધાન એચ.ઈ.માનો કામીકામીકા, આઈ.સી.એ.ના પ્રમુખ એરીયલ ગ્વારકો, આઈ.સી.એ.ના ડાયરેકટર જનરલ જેરોન ડગ્લાસ, આઈ.સી.એ.એ.પી.ના અધ્યક્ષ ડો.ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના અધ્યક્ષ રવિન્દ્ર રાવ સહિત વિશ્ર્વના વિભિન્ન દેશોમાંથી પધારેલ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.
ગ્લોબલ કોન્ફરન્સને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમુલ ભારતનુ ગ્લોબલ ટોપ બ્રાન્ડ, સરદાર પટેલએ કિસાનોને એક કર્યા સહકાર અને સરકારથી દેશ સમૃધ્ધિ તરફ જઈ રહ્યો છે.
નવી દિલ્હી ખાતે 29મી સુધી ચાલનાર ઈન્ટરનેશનલ ગ્લોબલ કોન્ફરન્સ અનેક વિકાસની કેડી કંડારશે સહકાર દ્વારા વિવિધ ક્ષેત્રોએ વિકાસ અને રોજગારીની નવી આશાઓને મૂર્તિમત કરવા જરૂરી પ્રયાસો આગળ ધપાવવા અનેક વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ સહકાર તાલીમ, યોજનાઓનું અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્ર્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે ભારતની ભવ્ય ભૂમિકા તરફ મીટ છે.
કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ પણ લોન્ચ કરાયું હતું. જે સહકારી આંદોલન પ્રત્યે ભારતની પ્રતિબધ્ધતાનું પ્રતિક બની રહેશે. આ સ્ટેમ્પમાં કમળનું પ્રદર્શન કરવામા આવ્યુ છે. જેના માધ્યમથી આ પ્રવૃતિમા શાંતિ, તાકાત અને વૃધ્ધીની અનુભૂતિ થશે. આ કો.ઓપરેટીવ કોન્ફરન્સ કૃષિ, ડેરી, મત્સ્યઉદ્યોગ, ગ્રાહક સહકારી મંડળીઓ, સુગર મીલો, ગ્રામીણ સહકારી બેન્કો, ટેકનોલોજી, પ્રવાહી રાસાયણીક ખાતરો, પ્રાથમિક ખેતિવાડી સોસાયટી, ડેટાબેજ, મોડલ બાયલોઝ, ઈ-સેવા, સામાજીક સમતા અને વિકાસને ઉતેજન આપવા ઉપર સંવાદ થશે. 2025 ના વર્ષને સહકારીતા વર્ષ જાહેર કરવા સાથે આયોજીત આ ગ્લોબલ કોન્ફરન્સને યાદગાર બનાવતી પોસ્ટલ ટીકીટને પ્રધાનમંત્રીએ બહાર પાડીને ભારતની ઉમદા સહકારીતાનો સહયોગ દર્શાવેલ છે સાથોસાથ યુવાનો અને મહિલાઓ સહકારીતાઓમા અગ્રીમ ભૂમીકા ભજવે તે ઉપર ભાર મુકવામાં આવેલ હતો.