વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના રીવા સ્થિત સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. તે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેની પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા શરૂઆત કરી છે.
મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટની સૌર ઉર્જા પરિયોજના શરૂ કરવામાં આવી રહી છે, જેને એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજન કહેવાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ અંગે માહિતી આપી
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે 10 જુલાઈએ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રીવામાં બનેલા 750 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ધાટન કરીશ. આ સૌર પરિયોજના 2020 સુધી રીન્યુએબલ ઉર્જા ક્ષમતા વધારવામાં અમારી પ્રતિબદ્ધતાને ગતિ પ્રદાન કરે છે.
आज रीवा ने वाकई इतिहास रच दिया है। रीवा की पहचान मां नर्मदा के नाम और सफेद बाघ से रही है। अब इसमें एशिया के सबसे बड़े सोलर पावर प्रोजेक्ट का नाम भी जुड़ गया है। इस सोलर प्लांट से मध्य प्रदेश के लोगों को,उद्योगों को तो बिजली मिलेगी ही,दिल्ली में मेट्रो रेल तक को इसका लाभ मिलेगा:PM https://t.co/DHxkCCbG1K pic.twitter.com/UD7Nmjgi9H
— ANI_HindiNews (@AHindinews) July 10, 2020
રીવાની પરિયોજનામાં 250-250 મેગાવોટની ત્રણ સૌર ઉત્પાદન કંપનીઓ સામેલ છે. આ પરિયોજનાથી લગભગ 15 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડ બરાબર કાર્બન ઉત્સર્જનની શકયતા છે.