પ્રધાનમંત્રી મોદીએ આજે બપોરે આસામનાં દિબ્રુગઢમાં દેશનાં સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કર્યુ છે. 4.94 કિમી લાંબો આ પુલ બ્રહ્મપુત્રનદીનાં ઉત્તર અને દક્ષિણ કિનારાને જોડશે. સરકાર જનતાને ગુડ ગવર્નેંસ દિવસની ઉજવણીનાં રૂપે આ પુલની ભેટ આપી રહી છે. આ પુલ પરથી મિલિટ્રી ટેંક પસાર થશે આ ઉપરાંત જરુર પડશે તો ફાઈટર પ્લેન પણ લેન્ડ થઈ શકશે

રેલવે દ્વારા બનાવવામાં આવેલા ડબલ-ડેકર પુલ પરથી ટ્રેન અને ગાડીઓ પણ પસાર થઈ શકશે. ઉપલા સ્તરે ત્રણ લાઈનનો રસ્તો બનાવવામાં આવ્યો છે. નીચલા સ્તરમાં ટ્રેક બનાવાયા છે. આ પુલની મજબૂતાઈ એટલી છે કે તેણી ઉપરથી મીલિટ્રીના ટેંક પણ પસાર થઈ શકશે.

આ પુલનો સૌથી વધુ ફાયદો ચીન સીમા પર તહેનાત ભારતીય સેનાને થશે. અરુણાચલથી ચીનની 4 હજાર કિલોમીટર લાંબી સરહદ છે. આ પુલનાં તૈયાર થયા પછી ભારતીય ટેંકને સરળતાથી લઈ જઈ શકાશે. આટલુ જ નહિ અન્ય ભારે ભરખમ સામાનોનું પરિવહન પણ સરળતાથી કરી શકાશે.

16 વર્ષ પહેલા વાજપેયીની સરકારમાં આ પુલનું નિર્માણકાર્ય શરૂ થયુ હતુ. આ પુલ પરથી પહેલી માલગાડી 3 ડિસેમ્બરે પસાર થઈ હતી. બોગીબલી પુલને અરુણાચલથી ચીનની સરહદ સુધી વિકાસ પરિયોજના હેઠળ બનાવાયો હતો.

પ્રધાનમંત્રી મોદીએ આજે બપોરે આસામનાં દિબ્રુગઢમાં દેશનાં સૌથી લાંબા પુલનું ઉદ્ધાટન કર્યુ છે. 4.94 કિમી લાંબો આ પુલ બ્રહ્મપુત્રનદીનાં ઉત્તર અને દક્ષિણ કિનારાને જોડશે. સરકાર જનતાને ગુડ ગવર્નેંસ દિવસની ઉજવણીનાં રૂપે આ પુલની ભેટ આપી રહી છે. આ પુલ પરથી મિલિટ્રી ટેંક પસાર થશે આ ઉપરાંત જરુર પડશે તો ફાઈટર પ્લેન પણ લેન્ડ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.