- પ્રથમ દર્દીની સારવાર પછી કાગળિયાનું કામ: ડાયરેકટર
- આગામી સમયમાં 265 સ્લાઈસના સિટી સ્કેન મશીનની સેવા શરૂ
Rajkot News
એઇમ્સ હોસ્પિટલ રાજકોટના આઈપીડી,ઇમરજન્સી અને ટ્રોમા વિભાગ શરૂ થવાની આતુરતાનો અંત આવી રહ્યો છે. તારીખ 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એમ્સ હોસ્પિટલ રાજકોટનું લોકાર્પણ કરવામાં આવશે લોકાર્પણ બાદ આઈપીડી, ઈમરજન્સી,ટ્રોમા વિભાગના સંપૂર્ણપણે કાર્યાત્મક 250 બેડની સુવિધાઓ પ્રજાહિત માટે ખુલ્લી મુકવામાં આવશે.250 બેડની ઇન્ડોર સુવિધા દર્દીઓ માટે શરૂ કરવામાં આવશે.ઓપીડી વિભાગના 14 ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ જેવા કે મેડિસિન,સર્જરી,ગાયનેક આઈએનટી ડેન્ટલ પલમનોલોજી ચામડી વિભાગ સહિતના
મલ્ટીસ્પેશિયાલિટી ના તમામ વિભાગો પ્રથમ તબક્કામાં શરૂ કર્યા છે.એઇમ્સ રાજકોટમાં સેવા પૂરી પાડવા માટે પાન ઇન્ડિયામાંથી નિષ્ણાંત તબીબોની પસંદગી કરવામાં આવી છે. 50ની ઓપીડી થી શરૂઆત કરવામાં આવી હતી.આજે રોજની 500 થી 600 ઓપીડી થઈ રહી છે.નહિવત ખર્ચે દર્દી ને નિદાન અને સારવાર આઇપીડી માં પૂરું પાડવામાં આવશે.ઈમરજન્સી અને ડ્રોમાં વિભાગમાં સંપૂર્ણપણે કાર્યાત્મક 40 બેડ શરૂ થયા છે.આઈસીયુ વિભાગની જેમ જ એચડીયુ વિભાગ બનાવવામાં આવ્યો છે.આઈસયુ માંથી દર્દીની તબિયત સ્વસ્થ થતા એચડીયુ વિભાગમાં દર્દીને ખસેડવામાં આવે છે.ત્યારબાદ દર્દીની તબિયત વધુ સારી થતા તેને જનરલ વોર્ડના બેડ પર ખસેડવામાં આવશે. દર્દીને તબિયતની કન્ડિશન પ્રમાણે બેડની સારવાર મળશે.
- 4 મેજર ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે કાર્યરત
- ઇન્ટીગ્રેટેડ લેબ સર્વિસ, એમઆરઆઈ, ડિજિટલ એક્સ-રે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
સંપૂર્ણ એઇમ્સ રાજકોટ 750 બેડથી નિર્માણધીન થશે.જેમાં 24 ઓપરેશન થિયેટર લાગુ કરવામાં આવશે.પ્રથમ તબક્કામાં 4 મેજર ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યા છે.એક લેબર રૂમ અને બે માઇનર ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે કાર્યાત્મક છે.એઇમ્સમાં વિવિધ બિલ્ડીંગના નિર્માણ શરૂ છે.આયુષ બ્લોક,આઈપીડીના પાંચ ટાવર , એકેડેમી બ્લોક, નર્સિંગ કોલેજ,રેસીડેન્સિયલ ક્વાર્ટર,બાયોમેડિકલ વેસ્ટ વિભાગ, હોસ્ટેલ સહિતના અન્ય કામો શરૂ છે.એઇમ્સ રાજકોટને ફૂલ ફ્લેજ માં શરૂ થવા માટેની તારીખ ક્ધસ્ટ્રક્શન કંપની ડાયરેકટર આપશે ત્યારે ડાયરેકટ તેને ફૂલ ફ્લેજમાં ગણાવી શકશે હાલ એઇમ્સ ડાયરેકટરને આશા છે કે જૂન મહિના સુધીમાં સંપૂર્ણ એઇમ્સ કાર્યરત થશે ત્યારબાદ તેઓ સુપર સ્પેશિયાલિટી માટે સેક્ધડ ફેજમાં જવા તૈયારીઓ શરૂ કરશે.રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોની એઇમ્સના ડાયરેકટર અને કર્મચારીઓ પોતાનું સૌભાગ્ય માને છે કે એઇમ્સ રાજકોટને મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના 25,000 કરોડના પ્રોજેક્ટરનું ઉદઘાટન એઇમ્સ રાજકોટથી થશે.
આઈપીડી અને ઈમરજન્સી વિભાગમાં આઈસીયુ-જનરલના સંપૂર્ણ પણે કાર્યાત્મક 250 બેડની સુવિધા ખુલ્લી મુકાશે
મલ્ટીસ્પેશિયાલિટીના તમામ વિભાગો શરૂ: ટૂંક સમયમાં સુપર સ્પેશિયાલિટી વિભાગો ખુલ્લા મુકાશે
હૃદયરોગના હુમલાને ઓળખવા એઇમ્સમાં કાર્ડિયો પ્લમોનરી એક્સરસાઇઝ ટેસ્ટ: સી.ડી કચોટ
એઇમ્સ રાજકોટના ડાયરેક્ટર સી.ડી કચોટે જણાવ્યું કે,પ્રજા, કર્મચારીઓ અને મંત્રાલયના સહયોગથી એઇમ્સ રાજકોટના નિર્માણના ફર્સ્ટ ફેજ નું કામ પૂરું થયું છે.દર્દીની સારવાર પ્રથમ શરૂ કરવાની રહેશે કાગળિયા નું કામ બાદમાં શરૂ થશે. દર્દીએ હેરાન થવાનું રહેશે નહીં તાત્કાલિક ધોરણે તેને સારવાર મળી રહે તે માટેની તમામ સગવડો પૂરી પાડવામાં આવશે.રેડિયોલોજીમાં જે સુવિધાઓ હોય છે.
થ્રિ ટેસ્લાનું એમઆરઆઈ,ડીએસએલ મશીન,ડીએસઆર પોર્ટેબલ લક્ઝરી અલ્ટ્રા સાઉન્ડ મશીન આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.થોડા જ સમયમાં 265 સ્લાઈસનું સીટી સ્કેન મશીન વસાવામાં આવશે જે સ્ટેટ ઓફ હાર્ટ છે દર્દીને આ સુવિધા પૂરી પાડતાં અમને આનંદ થશે સીટી સ્કેન ની સુવિધા લોકોને તાત્કાલિક મળે તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે ડિજિટલ એક્સ–રેની સુવિધા ઉપલબ્ધ છે.દરેક વોર્ડમાં એક્સ–રે ઝુમ પર મળી રહેશે.હાર્ટ અટેકના પ્રશ્નો વધી રહ્યા છે.સરકાર પણ આ ડીસીઝને અટકાવવા પ્રયત્ન કરી રહી છે.
હાર્ટ એટેકને રોક લગાવવા એઇમ્સે પણ લોક ભાગીદારી કરી વખતો વખત કેમ્પ યોજયા છે.એઇમ્સના તબીબો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે.જીવનશૈલીમાં ફેરફાર કરવાના પણ સૂચનો કરવામાં આવ્યા છે.હૃદય હુમલા ને ઓળખવા એમ્સમાં કાર્ડિયો પ્લમોનરી એક્સરસાઇઝ ટેસ્ટ મશીન છે.જેમાં લગ્નસ અને હૃદયને તપાસવામાં આવે છે.એક વર્ષથી કાર્યરત છે.જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે.ટ્રેંડમિલ ટેસ્ટ છે.બંને મશીનની મદદ વડે થી હૃદય હુમલા લક્ષણોને ઓળખી શકાય છે.જીવનશૈલીનમાં ફેરફારથી હૃદય બીમારીઓ વધી રહી છે.
એક છત હેઠળ ઇન્ટીગ્રેટેડ લેબોરેટરીની સેવા ઉપલબ્ધ
દર્દીની સગવડતા માટે ઇન્ટીગ્રેટેડ લેબ સર્વિસ શરૂ કરવમાં આવી છે.એક જ છત નીચે દર્દીને શરીરના તમામ અંગોના જરૂરી રિપોર્ટસના ટેસ્ટ માટેની લેબની સુવિધા મળી રહેશે.
માઇક્રો બાયોલોજી,પેથોલોજી,બાયો કેમેસ્ટ્રી લેબની સુવિધા મળી રહેશે.એક જ બારીમાંથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે.લેબમાં 8 ઈક્વિપમેન્ટ વસાવામાં આવ્યા છે.જેમાં કોઈપણ ટેસ્ટ થઈ શકશે. દર્દીએ એક પણ ટેસ્ટ બહાર કરવા જવા નું રહેશે નહીં.નેશનલ બોર્ડ ઓફ એક્રેડિયન્સથી લેવલ–1 નું સર્ટિફિકેટ હાંસલ કર્યું છે.લેબોરેટરી ગુણવત્તા જાળવી રાખવા સર્ટીફીકેટ મેળવવામાં આવ્યું છે.એઇમ્સ રાજકોટને સૌપ્રથમ બીઆરડીએલ લેબ મળ્યું છે.જેનું કામ શરૂ કરવામાં આવશે.ગુજરાતમાં સૌપ્રથમ બાયો સેફટી લેબ લેવલ 3 રાજકોટ એઇમ્સને મળી છે.અંદાજિત રૂ.17 કરોડના ખર્ચે બાયો સેફટી લેબ લેવલ 3 મળી છે.આઇસીએમઆર દ્વારા વન હેલ્થનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. ખંતપૂર્વક કામ કરતા ટીમ હિસાબે દરેક પ્રોજેક્ટની મંજૂરી મળે છે.
એઇમ્સ રાજકોટમાં ક્ધટેનર મોબાઇલ હોસ્પિટલ થશે શરૂ
એઇમ્સની અંદર ક્ધટેનર મોબાઇલ હોસ્પિટલ શરૂ થશે.34-35 ક્ધટેનર મોબાઇલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, મોબાઇલથી વિવિધ ઓપીડી સર્વિસી જેવી સેવા પૂરી પાડવામાં આવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે તાત્કાલિક મોમેન્ટ કરવામ મોબાઈલ ક્ધટેનર હોસ્પિટલ કાર્યરત રહેશે.એઇમ્સ રાજકોટ અને એઇમ્સ ભુવનેશ્વરને જ મોબાઈલ ક્ધટેનર હોસ્પિટલ મળી છે.રાજકોટ માટે ગર્વની વાત છે.હાયર ઓથોરિટીને એઇમ્સ રાજકોટ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે.
ટૂંક સમયમાં સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ થશે
સુપર સ્પેશિયાલિટી વિભાગોમાં ન્યુરો સાયન્સિસ સેન્ટર,ન્યુરો ફિઝિશિયન,ન્યુરો સર્જન,ગેસ્ટ્રો એન્ટોલોજી ફિઝિશિયન,જીએસઆઈ સર્જન,કાર્ડિયાક સર્જન–ફિઝિશિયન સંપૂર્ણપણે કાર્યરત થશે.આ વિભાગને સેન્ટર ઓફ એક્સેલન્સમાં લઈ જવામાં આવશે.આ વિભાગોની અંદર જે દર્દીને સારવાર મળી રહેશે.ત્યાર બાદ દર્દીને દુનિયાના કોઈપણ છેડે સારવાર લેવા જવાની જરૂર રહેશે નહીં.8 થી 10 મહિનાની અંદર સુપર સ્પેશિયાલિટી વિભાગ શરૂ કરવાનો મારો વાયદો છે.સૌપ્રથમ પ્લમોલોજીમાં આ વિભાગ શરૂ કરાશે.