દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ, ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટ અને એકસપ્રેસ ફિડર લાઈનના લોકાર્પણ સહિતના અનેક કાર્યક્રમો: ૧૧ કિ.મી.નો રોડ-શો: ૩૦મીએ વડાપ્રધાન મહાત્મા મંદિરમાં ટેકસટાઈલ્સ ઈન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપશે

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન આજે અમેરિકાની યાત્રાએી પરત ફર્યા બાદ આવતીકાલી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કાલે ગુ‚વારે બપોરે ૪:૦૦ કલાકે વડાપ્રધાનનું રાજકોટમાં આગમન શે. અહીં તેઓ સૌની યોજનાનું લોકાર્પણ, દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટ અને એકસપ્રેસ ફિડર લાઈનના લોકાર્પણ સહિતના અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ ૧૧ કિ.મી.નો ભવ્ય રોડ-શો યોજશે. વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

એક દેશ, એક ટેકસ અંતર્ગત આગામી ૧લી જુલાઈી જીએસટીની અમલવારી ઈ રહી છે. જેના માટે ૩૦મીએ મધરાત્રે સંસદનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કાલી બે દિવસ પોતાના હોમ ટાઉન ગુજરાતમાં આવી રહ્યાં છે. કાલે બપોરે ૪:૦૦ કલાકે રાજકોટના એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું આગમન શે. અને ત્યાંી તેઓ સીધા રેસકોર્સ મેદાનમાં યોજાનારા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં એક સો ૧૫ હજારી વધુ દિવ્યાંગોને સાધન સહાય અને કેલીપર્સનું વિતરણ કરવામાં આવશે જે એક વર્લ્ડ રેકોર્ડ બનશે. સાંજે ૪:૪૫ કલાકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સત્તાવાળાઓ વડાપ્રધાનને સર્ટીફીકેટ એનાયત કરશે. ત્યારબાદ વડાપ્રધાન ૫:૨૦ કલાકે આજીડેમ જવા રવાના શે. રાજકોટની પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા રાજય સરકાર દ્વારા મહત્વકાંક્ષી એવી સૌની યોજના અંતર્ગત આજીડેમને નર્મદાના નીરી ભરી દેવામાં આવશે. આ સુકનવંતા કામનું વડાપ્રધાનના હસ્તે આવતીકાલે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે.

અહીં યોજાનારા સ્ટેજ પ્રોગ્રામમાં વડાપ્રધાનના હસ્તે ન્યારી ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવાના પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવશે અને એક ઝોનમાંી બીજા ઝોનમાં પાણી ટ્રાન્સફર કરતી એકસપ્રેસ ફિડર લાઈનનું પણ લોકાર્પણ કરશે. જયારે હોકાોનની વેબસાઈટ અને મોબાઈલ એપનું લોન્ચીંગ કરવામાં આવશે. વડાપ્રધાન બન્યા બાદ પ્રમવાર નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યાં હોય. તેઓને આવકારવા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજી ડેમ ખાતે સૌની યોજના સહિત વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન આજીડેમી એરપોર્ટ સુધી ૧૧ કિ.મી.ના એક ભવ્ય રોડ-શો કરશે જેમાં તેઓનું વિવિધ સમાજ સંસઓ અને સાધુ સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે.

વડાપ્રધાનના આગમન પૂર્વે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા વ્યવસ માટે ૮ હજારી પણ વધુ પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસી રોડ-શોના ‚ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ફલેગમાર્ચ સહિતના કાર્યક્રમનું રિહર્સલ કરાયું છે. રાજકોટમાં જાણે દિવાળી જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાજમાર્ગોએ દુલ્હન જેવા શોળે શણગાર સર્જયા છે. છેલ્લા બે દિવસી લેસર-શો અને ૩-ડી સાઉન્ડ શો યોજાઈ રહ્યાં છે. સર્કલોને રાજય સરકારની અલગ અલગ યોજનાના ીમ પર શણગારવામાં આવ્યા છે તો અલગ અલગ રાજમાર્ગો પર મુખ્યમંત્રી અને વડાપ્રધાન સો સેલ્ફી લઈ શકાય તેવા મહાકાય કટઆઉટ મુકવામાં આવ્યા છે.

રેસકોર્સી આજીડેમ સુધી જયાં વડાપ્રધાનનો રોડ-શો યોજાવાનો છે ત્યાં ભવ્ય રોશની કરવામાં આવી છે. રાત પડે ને જાણે દિવસ ઉગતો હોય તેવો અલ્હાદક માહોલ છેલ્લા ત્રણેક દિવસી રાજકોટમાં જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને ઉમળકાભેર આવકારવા માટે શહેરમાં ભારે નગનાટ દેખાઈ રહ્યો છે.

એકતરફ ૩૦મીને મધરાતે જીએસટીના અમલ માટે સંસદમાં વિશેષ કાર્યક્રમ છે તેમ છતાં મોદી તે પૂર્વે બે દિવસે ગુજરાતની મુલાકાતે છે. જેમાં ૨૯મીએ રાજકોટનો કાર્યક્રમ સૌથી મહત્વનો બની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી ચૂંટાયેલા છે અને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ તેમને મોટો પડકાર ફેંકવા અત્યારથી તૈયારી કરી રહી છે ત્યારે રાજકોટનો પાણીનો પ્રાણ પ્રશ્ન યુધ્ધના ધોરણે ઉકેલાય તે માટે ખુદ પીએમના હસ્તે ૨૯મીએ આજી ડેમને પાણીથી છલકાવી દઇને રાજકીય લાભ પણ મળે તેવી રાજકીય ગણતરી પણ છે. સમગ્ર રાજકોટને સજાવી કાયમ માટે યાદ રહે તેવું અલગ જ વાતાવરણ સર્જવા તંત્ર અને ભાજપ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. તે સાથે રાજકોટમાં એરપોર્ટથી આજી ડેમ સુધીનો મોદીનો ભવ્ય રોડ-શો સફળ થાય તે માટે પક્ષ દ્વારા ભારે પ્રચાર કરાયો છે. ૧૨૦૦થી વધુ એસટી બસ ઉપયોગમાં લેવાશે. તો રેસકોર્સ ખાતે ૧૮ હજારથી વધુ દિવ્યાંગોને ૫.૬૦ કરોડના ખર્ચે કૃત્રિમ અંગો, સેરેબ્રલ પાલ્સીના દર્દીઓ માટેની ચેર, એજયુકેશન ગેઝેટ્સ, સ્માર્ટ ફોન સહિતના સાધનો આપવામાં આવશે અને લાભાર્થીઓની દૃષ્ટિએ આ દેશના સૌથી મોટો કાર્યક્રમ બની રહેશે. જેમાં કેન્દ્ર સરકારનો સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ મોટી મદદ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.