• પંચમહાલથી રાજકોટ એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફતે મોરબી પહોંચે તેવી શક્યતા
  • દુર્ઘટના અંગે વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી પાસેથી સતત વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપી રહ્યા હતા, કાલે સમગ્ર સ્થિતિ અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મોરબી આવવાના છે તેઓ બપોરે 1:00 વાગ્યા બાદ મોરબી આવશે તેવું મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે વડાપ્રધાન મોરબી ખાતે પહોંચીને સ્થિતિ તેમજ વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

મોરબીની શાન સમા ઝુલતા પૂલ તૂટવાની દુર્ઘટનામાં અંદાજે 190 જેટલા લોકોના મોત નીપજ્યા છે આ દુર્ઘટનાથી દેશભરમાં શોક છવાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટના અંગે જાણ થતા તુરંત જ તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધીને તમામ વિગતો મેળવી અને બચાવ કાર્ય માટે પૂરી તાકાત લગાવવાનું સૂચન આપ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી એવા બ્રિજેશભાઈ મેરજાનો પણ ટેલીફોનિક સંપર્ક સાધીને વિગતો મેળવી હતી આ ઉપરાંત વડાપ્રધાન દ્વારા પોતાના અનેક કાર્યક્રમો પણ દુર્ઘટનાને પગલે રદ કરી દેવામાં આવ્યા હતા.

ત્યારબાદ આજરોજ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 1:00 વાગ્યા બાદ મોરબીની મુલાકાતે આવવાના છે મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે પંચમહાલ ખાતે લોકાર્પણ અને ખાતમુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ત્યાંથી રાજકોટ પ્લેન મારફતે આવવા છે રાજકોટ ખાતે ટ્રાન્ઝિટ વિઝીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટર મારફતે મોરબી જવા રવાના થશે.

મોરબી ખાતે પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજાઈ સ્થિતિનો તાગ મેળવશે. આ ઉપરાંત વ્યવસ્થા ની સમીક્ષા પણ કરવાના છે વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજાગ્રસ્તોને મળે તેવી પણ શક્યતા હાલના તબક્કે સેવાઈ રહી છે કે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે 6:00 વાગે મોરબીનો ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી આખી રાત ઓપરેશન ચાલ્યા બાદ હજુ પણ સર્ચ ચોપરેશન ચાલુ જ છે આર્મી એરફોર્સ અને નેવી સેનાની આ ત્રણે પાખ ઉપરાંત એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની એજન્સીઓ સર્ચ ઓપરેશનમાં કામે લાગેલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.