વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતા સપ્તાહે બે દિવસ માટે માદરે વતન ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. આગામી 30 અને 31 ઓકટોબરે તેઓ ગુજરાતના પ્રવાસે પધારશે વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા હવે આવતા સપ્તાહે વડાપ્રધાન આવી રહ્યા છે.
30મીએ ખેરાલુ વિધાનસભામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે 31મીએ કેવડીયામાં એકતા પરેડમાં થશે સામેલ
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે
આવતા સપ્તાહે ગુજરાતની બે દિવસની મૂલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોટી પોતાના પ્રવાસના પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતમાં ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં કરોડો રૂપીયાના વિકાસ કામોનું લોકાર્પણ કરશે જયારે 31મી ઓકટોબરે કેવડીયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે પીએમનાં ગુજરાતને લઈ રાજય સરકાર અને સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામા આવી છે.
એક જ મહિનાના ટુંકા ગાળામાં વડાપ્રધાન બીજી વખત માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
બે દિવસ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે હતા હવે આવતા સપ્તાહે વડાપ્રધાન આવી રહ્યા છે.ગત 26 અને 27મી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્રભાઈ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યું હતુ.
કેબિનેટમાં પીએમના ગુજરાત પ્રવાસ સહિતના વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસ સહિતના વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દર બુધવારે સીએમના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળે છે. જેમાં અલગ-અલગ નિર્ણયો લેવામાં આવે છે અને નજીકના દિવસોમાં થનારા આયોજન અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. આજે સવારે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની તૈયારી, સતત વધી રહેલા હાર્ટએટેકના બનાવો, રવિ પાકમાં ખેડૂતોને સહાય, પાલનપુર બ્રીજ ધરાશાયી થવાની ઘટના સહિતના મુદ્ે ચર્ચા કરવામાં આવી હતી.