Table of Contents

એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, આયુર્વેદિક મેડિસિન સેન્ટર, ગિફ્ટ સીટી સહિતની ભેટ આપી ગુજરાતના વિકાસ યજ્ઞમાં આહુતિ આપી

26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે. ભારતના તમામ રાજ્યોને વિકાસની સમાન તકો મળે તે માટે તેમણે પ્રયાસો કર્યા છે. આ નવ વર્ષો દરમિયાન તેમણે દેશને અનેક ભેટ આપી છે, અને પોતાના હોમ સ્ટેટ ગુજરાતના વિકાસને પણ તેમણે પ્રાથમિકતા આપી છે. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા, અને પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતને દેશના વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. પરંતુ, કેટલાંક વિષયો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યક્ષેત્રની બહાર હતા, જેના માટે તેમને કેન્દ્ર સરકારના સહકારની જરૂર હતી. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, તેમણે પ્રાથમિકતાના ધોરણે આવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું, અને ગુજરાતની વિકાસયાત્રાની ગતિને અવરોધતા પરિબળોને દૂર કર્યા. છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન તરીકે મોદીના નેતૃત્વમાં ગુજરાતના નાગરિકોને અનેક સુકાર્યોની ભેટ મળી છે. ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે વડાપ્રધાનએ દર્શાવેલા પથને અનુસરીને રાજ્યની વિકાસની ગતિને આગળ વધારી રહ્યા છીએ. આ નવ વર્ષોમાં ગુજરાતના હિત માટે કેન્દ્ર સરકારે રાજ્યને કેટલીક મોટી આપી છે.

એક વર્ષમાં વડાપ્રધાન દ્વારા ગુજરાતમાં આ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

 સપ્ટેમ્બર 2022માં સુરતમાં રૂ.3400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં મહત્વાકાંક્ષી ડ્રીમ (DREAM) સિટી પ્રોજેક્ટના રૂ.370 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ રૂ.139 કરોડના ખર્ચે સુરતમાં નવા બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત.

સપ્ટેમ્બર 2022માં રૂ.12  હજાર કરોડથી વધુના ખર્ચે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ

સપ્ટેમ્બર, 2022માં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ ઈગૠ ટર્મિનલ, બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ. રૂ.4024 કરોડના ખર્ચે આ બંદર વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, ભાવનગરમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર અને APPL ક્ધટેનરનું ઉદ્ઘાટન.

સપ્ટેમ્બર, 2022માં બનાસકાંઠામાં રૂ.7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805  આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.

સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાનશ્રીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી.

ઓક્ટોબર, 2022માં જામનગરમાં સૌની (SAUNI) યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ. રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ.

ઓક્ટોબર, 2022માં ગુજરાતનું મોઢેરા ગામ 24X7 સોલાર પાવર્ડ વિલેજ જાહેર થયું.

ઓક્ટોબર, 2022માં મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ ક્ધવર્ઝનનું લોકાર્પણ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ

ઓક્ટોબર, 2022માં ભરૂચમાં રૂ.8200 કરોડથી વધુના વિકાસકાર્યો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ભરૂચમાં રૂ.2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહુર્ત

ઓક્ટોબર, 2022માં રાજકોટ, મોરબી જિલ્લા તથા અન્ય જિલ્લાના રૂ.7710 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં રાજકોટના ગઢકામાં 119 એકરમાં 20 લાખ લિટર પ્રતિ દિવસની ક્ષમતાવાળા અમુલના પ્લાન્ટનું ખાતમુહૂર્ત, મોરબીમાં, મેડીકલ કોલેજ, ફોરલેન રોડ, રેલવે ઓવરબ્રિજ, નવી જિલ્લા કોર્ટ કચેરી સહિતના વિકાસકાર્યો

ઓક્ટોબર, 2022માં જૂનાગઢમાં કુલ રૂ.4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે રૂ.2440 કરોડનો ખર્ચ, પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

ઓક્ટોબર, 2022માં થરાદથી રૂ.8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે ભુલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ

મે, 2023માં ગુજરાતમાં રૂ.2452 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, જેમાં રૂ.1654 કરોડના ખર્ચે શહેરી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, પાણી પુરવઠાના રૂ.734 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી

વર્ષ 2014માં વડાપ્રધાન પદની શપથ લીધાના ફક્ત 17 જ દિવસમાં શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2016માં તમામ 30 દરવાજાઓના નિર્માણની કામગીરી પૂર્ણ કરવામાં આવી. 15 સપ્ટેમ્બર, 2019ના રોજ સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ જળસપાટી એટલે કે 138.68 મીટર સુધી પાણીથી છલકાયો હતો અને ગુજરાતની પ્રજાનું વર્ષો જૂનું સપનું આખરે સાકાર થયું હતું.

બુલેટ ટ્રેન: 14 સપ્ટેમ્બર, 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શિંજો આબેની ઉપસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીને ગુજરાતની જનતાને એક મોટી ભેટ આપી છે. ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું મુંબઈ, આ બંને એવા પ્રથમ શહેરો બનશે જે ઝડપી ગતિએ દોડતી બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.

એઇમ્સ રાજકોટ:

ગુજરાતના નાગરિકોને પોસાય તેવા દરે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં એઈમ્સ જેવી અદ્યતન મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો.

વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ માર્ચ 2015માં ક્રૂડ ઓઇલની રોયલ્ટી સાથે સંબંધિત અન્ય એક મોટા મુદ્દાને ઉકેલવા માટે નિર્ણય કર્યો. તેઓએ ગુજરાતને ક્રૂડ ઓઈલની રોયલ્ટી તરીકે લગભગ 800 કરોડ આપવાનું નક્કી કર્યું.

સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન હેઠળ ગુજરાતના વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્થાપના

ગુજરાત પહેલેથી જ સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશનનું કેન્દ્ર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2018માં ગુજરાતના વડોદરા શહેરને દેશની પ્રથમ રેલવે અને પરિવહન યુનિવર્સિટી (નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ)ની ભેટ આપી.

રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ

આધુનિક સુવિધાયુક્ત એક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ પણ નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકોટ શહેરને આપી છે. રાજકોટમાં આ નવું એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

સપ્ટેમ્બર, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. દિલ્હીના બે રૂટ્સ પર મોટી સફળતા પછી ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન હવે ગુજરાતના પાટા પર દોડી રહી છે.

ગિફ્ટ સીટીમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનો શિલાન્યાસ

ગાંધીનગર સ્થિત ફાઇનાન્શિયલ ટેક સિટી ૠઈંઋઝ સિટી ખાતે ઓગસ્ટ, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો હતો.

તારંગા હિલ-અંબાજી આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી

જૂલાઇ 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તારંગા હિલથી અંબાજી આબુ રોડના 116.65 કિમી લાંબા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ લાઇન તૈયાર થતા શ્રદ્ધાળુઓ અને ભાવિકો સરળતાથી પોતાના ધર્મસ્થાને જઇ શકશે.

રાજ્યના પાંચ જિલ્લાઓને મેડિકલ કોલેજની ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે ગત વર્ષે ગુજરાતના પાંચ જિલ્લાઓ નવસારી, નર્મદા, પંચમહાલ, મોરબી અને પોરબંદર ખાતે રૂ.2250 કરોડના ખર્ચે નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કની ભેટ

ઓક્ટોબર 2022માં વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભરૂચ ખાતે રૂ.2500 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રાજ્યના પ્રથમ સર્વ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહુર્ત કર્યું હતું. આ બલ્ક ડ્રગ પાર્ક ઉપરાંત, 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક, 1 ખજખઊ પાર્ક અને 2 બહુ-સ્તરીય ઔદ્યોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રમત-ગમત ક્ષેત્રે આટલા મોટા પાયે કોઈ આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે 3 મહિનાથી પણ ઓછા સમયમાં નેશનલ ગેમ્સ માટેની તૈયારીઓ પૂર્ણ કરી હતી.

સ્મૃતિવન ભૂકંપ સ્મારક, ભુજ

26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સ્મૃતિવનનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો અને ગત વર્ષે ભારતના વડાપ્રધાન તરીકે તેમણે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું.

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વ આપીને બંનેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. હવે આ યુનિવર્સિટીઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.

કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાયબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ભેટ આપી છે. આ પાર્ક દ્વાર વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ (પવન ઊર્જા + સૌર ઊર્જા) ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે.

સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી રેલવે કનેક્ટિવિટી

ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટ આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાને જોવા માટે આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવુ પ્રવાસીઓ માટે સરળ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી 2021ના રોજ કેવડિયા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રવાસીઓ માટે અહીંયા 12 નવા પ્રવાસન આકર્ષણો પણ ઉમેરવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આજે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.

રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ

લાઇટહાઉસ પ્રોજેક્ટ એ કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે. ગુજરાતમાં રાજકોટ શહેરને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવ્યું છે, જે હેઠળ રાજકોટમાં 1144 આવાસો બનાવવામાં આવ્યા છે. ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મકાનો સસ્તા, મજબૂત અને સંપૂર્ણપણે ભૂકંપ પ્રતિરોધક છે.

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન

મે, 2022માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરેશિયસના વડાપ્રધાન  પ્રવિંદ જુગનાથ અને હુંના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા જૂલાઈ, 2022માં  ગાંધીનગર ૠઈંઋઝ સિટી ખાતે દેશના પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ગજઈ ઈંઋજઈ-જૠડ કનેક્ટને લોન્ચ કરવામાં આવ્યા હતા. ભારતને સોનાના વૈશ્વિક ટ્રેડીંગ બજારમાં એક પ્રભાવી દેશ તરીકે પ્રસ્થાપિત કરવાની દિશામાં આ ઈંઈંઇડ એક મહત્વપૂર્ણ નિર્ણય છે અને ગુજરાતના જ્વેલર્સ માટે આ એક્સચેન્જ અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો પ્રારંભ

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદ મેટ્રો અને સુરત મેટ્રો પ્રોજેક્ટની ભેટ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ગત વર્ષે પૂર્ણ થયો હતો.  સપ્ટેમ્બર 2022માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવ્યો છે.

ભારતની જી20 અધ્યક્ષતા હેઠળ ગુજરાતમાં 18 બેઠકોનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતને 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી 1 વર્ષ માટે જી20ના સભ્ય દેશોની અધ્યક્ષતા પ્રાપ્ત થઈ છે. જી20 અંતર્ગત ભારતમાં કુલ 200 મીટિંગો આયોજિત થવાની છે, જે પૈકી 18 બેઠકોનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જી20 બેઠકોના માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ અને તેના ઇતિહાસને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની રાજ્ય પાસે આ એક અમૂલ્ય તક છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પ્રેરિત આ બેઠકો દરમિયાન વિદેશી મહેમાનો ગુજરાતના સાંસ્કૃતિક વૈભવને માણીને અભિભૂત થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.