વિશ્વભરના રાષ્ટ્ર પ્રમુખો, ઉદ્યોગપતિઓ સાથે બી ટુ બી
અદાણી ગ્રુપ, રિલાયન્સ, ટાટા સન્સ, કોટક મહિન્દ્રા, ટી.સી. લીમીટેડ, ઓએનજીસી સહિતના પ્રતિનિધિઓએ ભાગ લીધો
વેપારના સૌથી મોટા ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ ૨૦૧૯ને આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યું છે. જેમાં અનેક દેશોના પ્રમુખો, ઉદ્યોગ જગતના માંધાતાઓ ગુજરાતના આંગણે આવી ચૂકયા છે. ત્યારે વાઈબ્રન્ટ સમીટમાં અબજો પિયાના એમઓયુ થનાર છે. આ સમીટમાં ઈલેકટ્રીક વાહનો, ઉર્જા, કૃષિ, ટુરીઝમ, ટેકસટાઈલ્સ, પાવર, સ્કીલ ડેવલોપમેન્ટ, કેમીકલ, પેટ્રો કેમીકલ, ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક સહિતના વિકાસલક્ષી ઉદ્યોગો અથવા સેવા સાથે જોડાયેલા લોકો વચ્ચે એમઓયુ થનાર છે.
‘જય જય ગરવી ગુજરાત, ગુજરાત તને વંદન’ના ગીત સાથે શરૂ કરાયેલ વાઈબ્રન્ટ સમીટ ૨૦૧૯માં ભારતના ટાટા એન્ડ સન્સ, આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ, ગોદરેજના સુજલમ, કોટક મહિન્દ્રા, ટી.સી.લીમીટેડ, ભારતીય એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ સહિતના ઉદ્યોગપતિઓ તેમજ વિદેશના મહેમાનો જોડાયા છે.
આજે બપોરે ૧ થી ૬ વાગ્યા દરમિયાન બી ટુ બી તેમજ બી ટુ જી મીટીંગો દેશના ઉચ્ચસ્તરીય ઉદ્યોગપતિઓ સાથે થનાર છે. વિકાસના માધ્યમથી ભારતને એશિયાનું ટ્રાન્સીપ્ટમેન્ટ હબ બનાવવા માટે વિવિધ સેમીનારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મેઈક ઈન ઈન્ડિયા અંગે પણ કુમાર મંગલમ્ બિરલા, નિર્મલા સીતારમન, એમ.કે.દાસ, રમેશ અભિષેક, તુલસી તંતી, ગુપ્રસાદ મહાપાત્રા, જોન ચેમ્બર્સ દ્વારા વિવિધ વકતવ્યો આપવામાં આવશે.
એ ન્યુ ફાયનાન્સીયલ ગેટ વે ઓફ ઈન્ડિયા માટે ઉદય કોટક, અરવિંદ અગ્રવાલ, અજય પાંડે, સેન્ડી ફ્રુચર, જયકુમાર, કંકુ નખાટે સહિતના નિષ્ણાંતો વિવિધ કાર્યક્રમોમાં વકતવ્ય આપશે. આજરોજ બપોરે ૨ થી ૪ વાગ્યા સુધી ઓસ્ટ્રેલીયા ક્ધટ્રી સેમીનાર, ડેનમાર્ક ક્ધટ્રી સેમીનાર, જાપાન, ઉઝબેકીસ્તાન, નેધરલેન્ડ, યુએસ ઈન્ડિયા સહિતના દેશો ઉપસ્થિત રહેશે. વાઈબ્રન્ટ સમીટના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત મહેનોને વિશ્વના સૌથી મોટા કુંભ મેળામાં આવેલા વિદેશી તેમજ સ્થાનિક ઉદ્યોગપતિ અને વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાંતોનું અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતા વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં ખરબોના એમઓયુ થનાર છે જેમાં ગુજરાતના વિકાસના દ્વારો ખુલશે. ટેકનોલોજીથી લઈ ઉદ્યોગ, કૃષિ, એનર્જી, સ્કીલ ડેવલોપમેન્ટ સહિતના વિવિધ ક્ષેત્રે વિદેશી કંપનીઓ સાથે જે ટેકનોલોજી અને વેપારલક્ષી કરારો થનાર છે તેમાં સ્થાનિક લોકોને પણ ફાયદો થશે.
ગુજરાતે વૈશ્વીક સ્તરે વિકાસલક્ષી કિર્તી સ્થાપવામાં સફળતા મેળવી છે:રૂપાણી
આ વાઇબ્રન્ટ ને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો છું. આ સફળતા પાછળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિર્ગ દૃષ્ટિ છે. જેના થી આ આયોજન સફળ થયું છે. નવા વિચાર સાથે પ્રધાનમંત્રી એ જે જાન ગુજરાત માં ફૂંકી છે તેના થી ગુજરાત વૈશ્વિક સ્થળ ઉપર પોતાની કીર્તિ સ્થાપી છે. હું તમામ ફોરેન ડેલીગેટસ નો આભાર માનું છું.
કરણ કે વઇબ્રન્ટ માટે તેવો દ્વારા જે ગુજરાત રાજ્ય ને સાથ આપ્યો છે .થાઇલેન્ડ આ વખતે પ્રથમ વખત વઇબ્રન્ટ માં ભાગીદાર બન્યું છે તે ગુજરાત માટે ગૌરવની વાત છે. વધુમાં વાઇબ્રન્ટમાં ફ્રેન્ચનો ખુબ મોટો ફાળો રહ્યો છે. લોકો અજ્ઞાત છે કે બોવ વર્ષ પહેલાં ફ્રેન્ચ દ્વારા તેવો એ તેમની ઇન્ડસ્ટ્રીઝ સુરત માં સ્થાપી હતી. ગુજરાત ના ઉદ્યોગપતિઓ નો પણ આભાર માનું છું.કરણ કે તેમના કાર્ય થી ગુજરાત નો વિકાસ ખૂબ થયો છે. ગુજરાત ના ઉદ્યોગપતિઓ માટે નવી પોલિસી પણ સરકાર દ્વારા બનાવવામાં આવી છે..આ વાઇબ્રન્ટ ગુજરાત ની આર્થિક વ્યવસ્થા અને વિકાસ માં શિંહ ફાળો ભજવશે.