ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાતના અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કીરિયાએ તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી. આ તકે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત દ્વારા યેલી કામગીરીનું તાદર્શ ચિત્ર સમાન ગૌ સંવર્ધન-રાષ્ટ્ર સંવર્ધન કોફી ટેબલ બુક પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરી હતી. ઉપરાંત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી વિશે પણ જાણકારી આપી હતી.

મુલાકાત દરમિયાન ડો. કીરિયાએ પ્રધાનમંત્રી સમક્ષ દેશભરમાં ફેલાયેલા ૩૯ મીલીટરી ડેરી ફાર્મનો ઉપયોગ જે તે રાજ્યની ભારતીય ગાયોની ઓલાદ સુધારણા સહીત ગૌસેવાની વિવિધ પ્રવ્રુતિઓના નોડલ સેન્ટર બનાવવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

સો સો ગૌસેવા દ્વારા  સમગ્ર વિકાસ આધારિત બધા જ પ્રોજેક્ટનાં વિશાળ સંકુલો તૈયાર કરવા પર ભાર મુક્યો હતો. ડો. કીરિયાએ ગૌ આધારિત ઉદ્યોગોનાં વિકાસ ર્એ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિચારને કાર્યાન્વિત કરવા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સો વિગતે ચર્ચા કરી હતી. આ તમામ મુદ્દાઓ વિશે નરેન્દ્રભાઈ મોદીનો હકારાત્મક અભિગમ રહ્યો હતો અને તુરંત કાર્યવાહી કરવા સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.