વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરના એમ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે. સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ખાતે પહોંચ્યા હતા. જ્યારે પહેલાં પીએમ મોદીએ 600 કરોડના પાણી પુરવઠા યોજના અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં હાજર લોકોએ મોબાઈલ ટોર્ચથી સ્વાગત કર્યું હતું. અને પીએમ મોદીના હસ્તે 600 કરોડના અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. અને બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરી હતી.
Gujarat: Prime Minister Narendra Modi distributes certificates to beneficiaries of Pradhan Mantri Awas Yojana, Gramin in Valsad pic.twitter.com/vAxOXTYpUU
— ANI (@ANI) August 23, 2018
પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતેથી 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. આ સાથે તેઓ બે લાખ લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી જોડાઇને તેમની સાથે વાતચીત કરી હતી. અલગ અલગ શહેર-ગામડાઓમાં લાભાર્થી મહિલાઓ સાથે વાત કરતા મહિલાઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.