ગુજરાત સરકારે અકલ્પનીય કાર્યને સાકાર કરી બતાવ્યું: બોટાદના કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરની પધરામણી કરાવતા વડાપ્રધાન: ૧,૧૪,૩૭૨ એકર જમીનને સિંચાઇનો લાભ મળશે
રવિવારે ગુજરાતનાં બે દિવસના પ્રવાસે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે સુરતમાં ભવ્યાતિ ભવ્ય રોડ-શો યોજયા બાદ આજે અનેક વિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. બોટાદની જનતા જે અવસરનો આતુરતાપૂર્વક ઇન્તજાર કરતી હતી જે આજે સાકાર થયો છે. બોટાદમાં આજે બપોરે કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશયમાં નર્મદાના ધસમતા નીરને છોડી સૌની લીંક-૨નું લોકાપણ તથા તબકકા-રનો આરંભ કર્યો હતો.
બોટાદ શહેર અને જિલ્લાની જનતા જેની દિવસોી પ્રતિક્ષા કરી રહી હતી તે ઘડી આખરે આવી પહોંચી છે. સૌની યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સૌની યોજના લીન્ક ૨ તબક્કા ૧ ના લોકાર્પણ અને તબક્કા ૨ના શુભારંભ સો રાજ્ય સરકારની સિદ્ધિઓમાં એક વધુ યશ કલગી ઉમેરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સાંજે ૪-૩૦ વાગ્યે કૃષ્ણસાગર તળાવના તાલુકા ભીમડાદ જળાશયમાં નર્મદાના નીરને વહેતા કરાશે. નર્મદાના નીર કૃષ્ણસાગર તળાવમાંી ગઢડા તાલુકાના ભીમડાદ ગામ પાસે આવેલા ભીમડાદ ડેમ તરફ વહેતા શે. નર્મદાના પાણીી ભરેલા કૃષ્ણસાગર તળાવ ઉપરાંત ભીમડાદ જળાશયના લોકાર્પણ ઉપરાંત વડાપ્રધાન નરેનદ્રભાઇ મોદી સૌની યોજના તબક્કા ૨ નો શુભારંભ પણ કરશે. શુભારંભ બાદ આ તબક્કા ૨ અંતર્ગત આગામી દિવસોમાં માલપરા, કાળુભાર, ભાવનગર જિલ્લાના રંઘોળા, રજાવળ, ખારો, શેત્રુંજી, હણોલ, વગેરે જળાશયો ભરવા માટેની દિશા ખૂલશે.
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસને યોજાનાર આ બંન્ને કાર્યક્રમોના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્તિ જનમેદનીને વડાપ્રધાન સંબોધશે. આ ઉદ્દઘાટન સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલના મુખ્ય મહેમાન પદે યોજાનાર આ લોકાર્પણ તા શુભારંભ સમારોહમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરષોતમ રૂપાલા, કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ સર્વ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ચીમનભાઇ સાપરિયા, બાબુભાઇ બોખીરીયા, આત્મારામભાઇ પરમાર, નાનુભાઇ વાનાણી, જયેશભાઇ રાદડિયા, જયંતિભાઇ કવાડિયા, પરષત્તોમભાઇ સોલંકી, જશાભાઇ બારડ, વી.વી. વઘાસિયા, સંસદસભ્ય વિઠ્ઠલભાઇ રાદડિયા ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારના સંસદસભ્યો તા ધારાસભ્યો સહિતના અનેક મહાનુભાવો સહિત વિશાળ જનમેદની ઉપસ્તિ રહેશે.
ઉલ્લેખનીય છે કે, સૌની યોજનાના બીજા તબક્કામાં ભીમડાદી શેત્રુંજી ૭૪ કિ.મી. સુધીની પાઈપ લાઈન મારફત બોટાદ જિલ્લાના માલપરા તા કાળુભાર તેમજ ભાવનગર જિલ્લાના રંઘોળા, હણોલ, રજાવળ, ખારો તા શેત્રુંજી સિંચાઈ યોજના એમ કુલ ૭ (સાત ડેમો) ભરવાનું આયોજન છે. સૌની યોજનાના તબક્કા – ૨ અંતર્ગત ભીમડાદ ડેમી શેત્રુંજી ડેમ સુધીનાં કામો ત્રણ પેકેજમાં હા ધરવાનું આયોજન છે.
પેકેજ નં – ૪ મા ભીમડાદ ી કાળુભાર ડેમ સુધીની ૨૭ કી.મી. લંબાઈની પાઈપ લાઈન દ્વ્રારા ભવિષ્યમાં માલપરા તા કાળુભાર ડેમ ભરવાનું આયોજન છે. પેકેજ નં ૫ અંતર્ગત કાળુભાર ડેમી રંઘોળા ડેમ સુધીની ૧૪.૯૧૦ કિ.મી. લંબાઈનીપાઈપ લાઈન દ્વ્રારા રંઘોળા ડેમ ભરવાનું આયોજન છે. પેકેજ ૬ અંતર્ગત રંઘોળા ડેમી શેત્રુંજી ડેમ સુધીની ૩૧.૩૧૨ કિ.મી.લંબાઈના પાઈપ લાઈન દ્વ્રારા ખરોળ ડેમ, હણોલ ડેમ, રજાવળ ડેમ, ખારો તા શેત્રુંજી ડેમ ભરવાનું આયોજન છે. આ તબક્કા બે ના કામો પૂર્ણ ઈ ૧,૧૪,૩૭૨ એકર વિસ્તારમાં હયાત સિંચાઈની સુવિધા ઉપલબ્ધ શે.
વસ્તડીી કાનિયાડ-બોટાદના કૃષ્ણસાગર તળાવ ઇ ગઢડા તાલુકાના ભીમડાદ સુધીની કુલ ૫૧ કી.મી. ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા ભીમડાદ જળાશયમાં નર્મદામૈયાનો ધસમસતો જળપ્રવાહ પહોંચ્યો ત્યારે ગ્રામજનો આનંદના હિલોળે ચડ્યા હતા. ભીમડાદ પાસે જ્યાંી નર્મદાનો ધસમસતો પ્રવાહ ભીમડાદ જળાશય તરફ વહેતો હતો એ સ્ળે ભીમડાદ અને આસપાસનાં ગ્રામજનો-આબાલ-વૃદ્ધ નર્મદામૈયાના નીરને મો ચડાવી, જાણે કે તેનું અમૃતપાન કરી અને વહેતા પ્રવાહમાં ડૂબકી મારી કે સ્નાન કરી જાણે ધન્યતા અનૂભવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નર્મદામૈયાના પાણીના પ્રવાહમાં નાહતા નાના-બાળકોનો આનંદ ઉલ્લાસ પણ શમ્યો સમાતો નહોતો. ગ્રામજનોના કહેવા પ્રમાણે સૌની યોજના અંતર્ગત ભીમડાદ જળાશયમાં નર્મદાના પાણી વહેતા તા આસપાસના ૧૦ી વધુ ગામોમાં ગ્રામજનો આનંદના હિલોળે ચડ્યા છે. ઘરે-ઘરે લાપસીના આંધણ મૂકાયા છે.
નર્મદાના વહેતા પ્રવાહને વધાવતા ગ્રામજનોએ પોતાના હર્ષ અને ઉલ્લાસની લાગણી વ્યક્ત કરી આનંદભેર પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, જ્યારે સૌની યોજના અંતર્ગત ભીમડાદ જળાશયને નર્મદાના પાણીી ભરવાના આયોજનની અમને જ્યારે ખબર પડી ત્યારે માન્યામાં નહોતું આવતું કે આવી રીતે જળાશયને નર્મદાના પાણીી ભરી શકાશે. પણ માન્યામાં ન આવતી, કલ્પના બહારની વાત રાજ્ય સરકાર અને તેના ઇજનેરોએ સાચી ઠેરવી છે. આવુ તો અમે સ્વપ્નેય નહોતું વિચાર્યુ: ગામના પાદરે નર્મદામૈયા પહોંચતા અમારી આંખોમાં હર્ષના આંસૂ હતા.
ભીમડાદ જળાશય નર્મદાના પાણી ભરાવાી અંદાજે ૪૮૨૦ હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે. ઉપરાંત આસપાસના અસંખ્ય કૂવાઓ-બોર રિચાર્જ વાી પાણીના તળ ઉચા આવતા સિંચાઇનો પરોક્ષ લાભ શે. ભીમડાદ જળાશય ભરાવાી ભીમડાદ, ધૂફણિયા, ખાખોઇ, ઢાંકણિયા, દેરાળા, સારંગપર, મેઘવઢિયા, ગોરડકા અને ટાટમ ગામની જનતાને લાભ મળશે. આ તમામ ગામોમાં ખુશીનો સંચાર યો છે. આ ગામોના માલધારીઓ કે જે સ્ળાંતર કરી ગયા હતા તે પાછા ફરવા લાગ્યા છે. ચૈત્ર મહિનાની આ કાળઝાળ ગરમીમાં નર્મદાના પાણી અહીં સુધી પહોંચશે તેવી ગ્રામજનોને કલ્પના નહોતી. ગ્રામજનોના કહેવા પ્રમાણે છેલ્લા છ વર્ષી ભીમડાદ જળાશય ખાલી હતું તે હવે જ્યારે નર્મદાના પાણીી ભરાતું હોય ત્યારે ગ્રામજનોનો આનંદ સ્વાભાવિક છે. એટલે જ તો ગઇકાલે રાત્રે ભીમડાદ ગામમાં રાસ-ગરબા ગવાયા હતા.
હાલમાં કૃષ્ણસાગર અને ભીમડાદ જળાશયમાં સિંચાઇ વિભાગ દ્વારા ૧૭૫ ક્યુસેકી વધુ પણીનો પ્રવાહ નર્મદા શાખા નહેર અને ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા વહી રહ્યો છે. જેનાી કૃષ્ણસાગર તળાવ અને ભીમડાદ જળાશય ભરાઇ રહ્યા છે. આ જ રીતે આગામી મહિનાઓમાં સૌની યોજના અંતર્ગત માલપરા, કાળુભાર, રંઘોળા, હણોલ, રજાવળ, ખારો તા શેત્રુંજી સહિત કુલ ૭ જળાશયો ભરવાનું પણ રાજ્ય સરકારના જળસંપત્તિ-સિંચાઇ વિભાગે આયોજન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કિરણ હોસ્પિટલના ઉદધાટન સમારોહમાં હાજરી આપી જાહેરસભાને સંબોધી હતી. ત્યારબાદ ઇચ્છાપોરમાં ડાયમંડ યુનિટનું ઉદધાટન કર્યુ હતું. સુરત એરપોર્ટ પર રવાના થયા બાદ તેઓ વ્યારા પહોંચ્યા હતા જયાંથી મોટર માર્ગે બાજાપુર આવ્યા હતા અહીં તેઓએ સુમુલ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. દાદરનગરના સેલવાસમાં જાહેર સભાને સંબોધન કર્યુ હતું. આજે બપોરે ૩.૩૦ કલાકે વડાપ્રધાન સેલવાસથી હોલીકોપ્ટર દ્વારા સૌરાષ્ટ્રના બોટાદ આવી પહોંચશે. જયાં એરપોર્ટ પર તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બોટાદના કૃષ્ણસાગર તળાવમાં નર્મદાના નીરની પધરામણી કરી વડાપ્રધાન સૌની યોજનાનું ફેઇઝ-રનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ ભાવનગર એરપોર્ટ ખાતે જવા રવાના જશે જયાંથી રાત્રિની નવી દિલ્હી રવાના જશે. આજે સાંજે સાત કલાકે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થશે.