ટ્રેડ, ઉર્જા અને ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ સર્જશે, અનેક દ્વિપક્ષીય કરારો થયા
પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસ પર ગયા હતા. આ ભારત માટે ખૂબ સારી તકો પણ ઉદભવી થઈ છે એટલું જ નહીં તમામ દેશોએ ભારતને વ્યાપાર ક્ષેત્રે સ્વીકૃતિ પણ આપી છે. રોજ નહીં વડાપ્રધાન મોદીના પ્રવાસ અનેક રીતે ભારતના વ્યાપાર વૃદ્ધિ માટે અત્યંત કારગત નિવડશે સાથોસાથ અનેકવિધ દ્વિપક્ષીઓ કરાર પણ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ટ્રેડ,ઉર્જા અને ગ્રીન ટેકનોલોજી નો સમાવેશ થયો છે.
વડાપ્રધાન મોદીએ વતન પરત ફરતા સમયે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે તેમનો આ પ્રવાસ ખૂબ જ ઉપયોગી અને વિકાસ લક્ષી નીવડ્યો છે સાથોસાથ દરેક દેશો સાથે મુલાકાત કરવા માં આવી તેમની સાથે ઇનોવેશન અને ડેવલોપમેન્ટ કાર્યક્રમ પણ આવનારા સમયમાં હાથ ધરાશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરીનદમ બાગચીએ ટ્વીટર પર ટ્વીટ કરતા જણાવ્યું હતું કે યુરોપિયન દેશો સાથે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી મંત્રણા દેશો વચ્ચેના સારા સંબંધો પણ પ્રસ્થાપિત કરશે. તમે કલાપીના તમામ દેશોએ ભારત અને રશિયા યૂક્રેન સ્થિતિમાં મધ્યસ્થી કરવા માટેની વાત કરી હતી સાથોસાથ ભારત સાથે વ્યાપારિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પણ જણાવ્યું હતું.
પેરિસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ફ્રાન્સના પ્રેસિડેન્ટ મેક્રોન ને મળ્યા હતા અને તેઓને જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીની ત્રણ દેશોની વિદેશ મુલાકાતમાં કેવી રીતે અર્થવ્યવસ્થાને વિકસિત કરી શકાય વાતાવરણ અને કઈ રીતે બનાવી શકાય સાથોસાથ ઉર્જાક્ષેત્રે ક્યાં નવા આવિષ્કારો કરી શકાય આ તમામ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દે પણ ગંભીરતા દાખવવામાં આવી હતી.
એટલું જ નહીં આ તમામ મુદ્દે વડાપ્રધાન મોદી અને અન્ય દેશો સાથે કરાર પણ કરવામાં આવ્યા હતા અને એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે આ તમામ મુદ્દે ભારત ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે આ ક્ષેત્રે ઉન્નતિ થાય તે દિશામાં પણ કાર્ય હાથ ધરાશે.