સૌભાગ્ય યોજનામાં ગામડું હોય કે શહેર-ગરીબ પરિવારને ફ્રી વીજ કનેકશન
ગરીબોને મફતમાં વીજળી આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો પાવર પોઈન્ટ છે. વડાપ્રધાન મોદીએ સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે. જેના પગલે રૂપિયા ૧૬,૩૨૦ કરોડનો પ્રોજેકટ છે. સૌભાગ્ય યોજનામાં ગામડા અને શહેરમાં ગરીબ પરિવારોને ફ્રી ઈલેકટ્રીસીટી કનેકશન આપવામાં આવશે.
લાભપાત્ર ગરીબ પરીવારો પછીને ગામડામાં રહેતા હશે કે શહેરમાં તેમને મફત વીજ કનેકશન અપાશે. અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઈલેકટ્રીક કનેકશન ફ્રી છે, બાકી વપરાશ મુજબ દર બે મહિને કે નિયત સમયે બિલ આવી જશે. સૌભાગ્ય યોજના પછી રૂપિયા ૧૬૩૨૦ કરોડ આગામી ૨૦૧૮ સુધીમાં ખર્ચ કરવામાં આવશે. મીડિયાએ આને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રૂપિયા ૧૬,૦૦૦ કરોડનું પાવર પોઈન્ટ ગણાવ્યું છે. ન્યુ ઈન્ડીયામાં દરેક ગામડામાં નહી બલકે દરેક ઘરમાં લાઈટ હશે તેમ સૌભાગ્ય યોજના લોંચ કરતા મોદીએ જણાવ્યું હતું.
ભારતમાં ૧૮૪૫૨ ગામડા છે. જેમાં ૧૪૪૮૩ ગામડામાં હજુ વીજ કનેકશન નથી. બાકીના ગામડાઓમાં પણ ઘર ઘરમાં તો વીજળી નથી જ. પરંતુ વડાપ્રધાને ૧૫મી ઓગસ્ટની સ્પીચમાં એ આહવાન આપ્યું હતું કે, ઘર ઘરમાં વિજળી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌભાગ્ય યોજનાનો આરંભ કરાવતી વખતે આપેલા ઉદબોધનમાં આગળ કહ્યું હતું કે, ૨૦૧૮ના અંત સુધીમાં ભારતું એકે ય ગામડુ એકેય ઘર એવું નહીં રહે જયાં વીજ કનેકશન ન હોય હવે ભારતના ગામડાઓ ઝળાહળા થશે તે નકકી.