આસીયાન દેશોને ભારતની વિકાસગાથામાં હિસ્સેદાર બનવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન
ફિલીપાઈન્સના મનીલામાં આયોજીત આસીયાન બિઝનેશન એન્ડ ઈન્વેસ્ટમેન્ટ સમીટમાં વડાપ્રધાન મોદીએ ભારતના અર્થતંત્રમાં આસીયાન દેશોની મુખ્ય ભૂમિકા હોવાનું કહ્યું હતું. તેમણે ભારત અને આસીયાન દેશો વચ્ચે વ્યાપક સહકાર પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા વિશ્ર્વના વિકાસના એન્જીન બનશે.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, ભારતમાં પરિવર્તન લાવવાનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. હું આસીયાન દેશોને પણ ભારતની વિકાસ ગાથામાં જોડાવવા આહવાન કરું છું. મારી સરકારનું લક્ષ્યાંક ભારતને ગ્લોબલ મેન્યુફેકચરીંગ હબ બનાવવાનો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવા પગલા યુવાનોને નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર બનાવી રહ્યાં છે.
મોદીએ દાવો કર્યો હતો કે, નોટબંધીએ ભારતને લેસકેસ ઈકોનોમી ધરાવતો દેશ બનાવ્યો છે. જીએસટીથી દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશને બહોળો વેગ મળ્યો છે. જેથી ઈન્ડેક્ષમાં ભારતે ૩૦ પગથીયાની છલાંગ લગાવી છે. ભારતીય સમુદાયને સંબોધન સમયે મોદીએ ઉમેર્યું હતું કે, ભારતીયોને એકવાર મોકળુ મેદાન મળે પછી તેમને કોઈ અટકાવી શકતું નથી. વિશ્ર્વ યુદ્ધોમાં દેશો જીતવા માટે નહીં પરંતુ વિશ્ર્વ શાંતિ માટે દોઢ લાખ ભારતીય સૈનીકોએ બલીદાન આપ્યા છે. ફિલીપાઈન્સમાં આયોજીત આસીયાન સમીટમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે પણ મહત્વની બેઠક થઈ હતી. બન્ને દેશ લોકતંત્ર છે માટે બન્ને દેશોને બહોળા સૈન્યની જ‚ર હોવાનો મત બન્ને વૈશ્ર્વિક નેતાઓએ વ્યકત કર્યો હતો. ઈન્ડો પેસીફીક ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર તથા સૈન્ય સહિતની મુદ્દે સહકારની સંધી થઈ છે. બન્ને દેશો ડિફેન્સ પાર્ટનર તરીકે વધુ ગાઢ મિત્રો બન્યા છે.