વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ વિદેશનીતિથી જ શપથગ્રહણ સમારોહની શરૂઆત કરીને મોદીએ તેમના રાજકીય કુનેહ અને દુરંદેશીની ઝલક આપી દીધી હતી. ૨૦૧૪-૨૦૧૯ના વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન તેમણે દુનિયાના છ ખંડો પર ૪૧ વિદેશી યાત્રાઓ કરી હતી. જેમાં તેમણે ભારતના પાડોશી રાષ્ટ્રો ઉપરાંત એશિયાના વિવિધ દેશો તેમજ અન્ય સહિત ૫૯ દેશોનો સમાવેશ થાય છે.
તેમના આ વિદેશ પ્રવાસની ફલશ્રુતિ ભારતનો અવાજ દરેક ક્ષેત્રે ઘણો બુલંદ થયો છે અને આજે વૈશ્વિક બાબતોમાં, વૈશ્વિક પોલીસી ઘડતરમાં અને આતંકવાદ હોય કે વેપારનીતિ હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે પર્યાવરણ વિષયક કોઇપણ કાર્યક્રમ ઘડવાનો હોય, વડાપ્રધાન મોદીની નીતિ અને તેમના સલાહ-સૂચનોનો સ્વીકાર કરીને તેના અમલીકરણ માટે વિશ્વના દેશો પ્રયત્નશીલ હોય છે. હવે ભારતે તમામ મોરચે વિશ્વક્ષક તરીકેની વૈશ્વિ જવાબદારી નિભાવવાની છે એ વાતમાં બેમત નથી.
છ ખંડો ૫૯ દેશો ૪૧ વિદેશયાત્રા
૧ વખત મુલાકાત
આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, ભુતાન, બ્રાઝિલ, કેનેડા, ફીજી, ઇન્ડોનેશિયા, ઈરાન, આયર્લેન્ડ, ઇઝરાયેલ, જોર્ડન, કેન્યા, કિર્ગીઝસ્તાન, લાઓસ, માલદીવ્સ, મોરિશિયસ, મેક્સિકો, મંગોલિયા, મોઝામ્બિક, નેધરલેન્ડ્સ, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઇન, ફિલિપાઇન્સ, પોર્ટુગલ, કતાર, રવાંડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સ્પેન, સ્વીડન, તાજિકિસ્તાન, તાંઝાનિયા, થાઇલેન્ડ, તુર્કી, તુર્કમેનિસ્તાન, યુગાન્ડા, વિયેતનામ
૨ વખત મુલાકાત
અફઘાનિસ્તાન, કઝાખસ્તાન, મલેશિયા, મ્યાનમાર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, શ્રીલંકા, સ્વિટઝરલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, ઉઝબેકિસ્તાન
૩ વખત મુલાકાત
ફ્રાન્સ, જાપાન
૪ વખત મુલાકાત
જર્મની, નેપાળ, રશિયા, સિંગાપુર