રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે પોલીસ પરેડનું કરાવ્યું પ્રસ્થાન
ચીન પાકિસ્તાનના પડકારનો ભારત મજબૂત રીતે જવાબ આપી રહ્યું છે – નીતિનભાઈ પટેલ
નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે રાજકોટ શહેરમાં બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની નજીક તમામ શહેરીજનો,પોલીસ દળના અધિકારીઓ અને જવાનોને દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા તેમજ દેશ વધુને વધુ મજબૂત બને તે માટે શપથ લેવડાવ્યા હતા .નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે આજે ૩૧ ઓક્ટોબર એટલે કારખાને ભારતના ઘડવૈયા લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી અને આખો દેશ ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં આજના દિવસે રાષ્ટ્રીય એકતા તરીકે ની ઉજવણી પર શુભ શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કરી છે અને તેના કારણે જ દરેક શહેર અને જિલ્લાને મથકો પણ યુવાનો વિદ્યાર્થીઓ પોલીસ જવાનો લશ્કરના જવાનો ઉજવણી કરી રહ્યા છે.
આપણા દેશની સલામતી દેશની સમૃદ્ધિ પ્રગતિ દેશની એકતા અને વધુને વધુ મજબૂત બને તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ ની અપેક્ષાથી અખંડ ભારતનું નિર્માણ થયું છે. ચીન અને પાકિસ્તાનના પડકારો સામે પણ દેશ મજબૂત રીતે લડી રહ્યો છે ચીને કદી કલ્પના પણ નથી કરી કે ભારત આવો જડબાતોડ જવાબ આપશે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાંં જણાવ્યું હતું કે દેશના તમામ નાગરિકે દેશની સુરક્ષા અને સલામતી માટેે વધુ ને વધુ જાગૃત બનવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નો અને અંતે દેશ મજબૂત બન્યો છે. કોંગ્રેસના ભાજપ પર પ્રહાર બાબતે જવાબ આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો વધુ ને વધુુ સમૃદ્ધ થાય તે માટે ભાજપ સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે દેશનો ખેડૂત પ્રગતિ કરી રહ્યું છે કોંગ્રેસનું તો કામ જ આક્ષેપબાજી કરવાનું છે.
આવનારી વિધાનસભાની પેટાચૂંટણીની તમામ બેઠકો પર ભાજપનો વિજય થશે.
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે પોલીસ પરેડનું કરાવ્યું પ્રસ્થાન
તા.૩૧ ઓકટોમ્બરે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની નિમિતે થતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ પરેડનું આયોજન કર્યુ હતુ. પરેડનું રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન ખાતેથી નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઇ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓએ પરેડમાં જોડાયેલા પોલીસ અધિકારી અને સ્ટાફને માસ્ક પહેરવા, ભારતની અખંડીતતા જાળવવા અને સત્ય બોલવા અંગે શપથ લેવડાવ્યા હતા. પોલીસ દ્વારા યોજાયેલી પરેડનું નિરિક્ષણ કર્યુ હતું. પોલીસ દ્વારા યોજાયેલી પરેડમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જિલ્લા કલેકટર રૈમ્યા મોહન, જોઇન્ટ પોલીસ કમિનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર અને તમામ એસીપી જોડાયા હતા. (તસવીર: શૈલેષ વાડોલીયા)
બેડી યાર્ડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર
અખંડ ભારતના ઘડવૈયા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ છે. આજે રાષ્ટ્રીય એકતા દિવસની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સરદાર પટેલની જન્મજયંતિ નીમીતે ઠેર ઠેર ફૂલહાર, પુષ્યાંજલિના આયોજનો થયા છે. ત્યારે રાજકોટની ભાગોળે બેડી યાર્ડ ખાતે માર્કેટીંગ યાર્ડના ચેરમને ડી.કે. સખીયાના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા, ડિરેકટરો પ્રવિણભાઇ અણદાણી, કાન્તિભાઇ તળપદા, વલ્લભભાઇ પટેલ, દલાલ એસો.ના પ્રમુખ અજયભાઇ ખુંટ તેમજ અનેક વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.