સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ દિલ્હી પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રીને મળ્યા
આગામી ૨૪મી ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દમણની મુલાકાત લેશે. દમણ ખાતે તેઓ વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધી સરકારે વિકાસની દિશામાં ભરેલા પગલાઓની માહિતી આપશે. સંઘપ્રદેશ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલે દિલ્હી યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. સંઘ પ્રદેશના વિવિધ પ્રશ્ર્નો અંગે બંને નેતાઓએ ચર્ચા-વિચારણા કરી હતી. આગામી ૨૪મીએ વડાપ્રધાન દમણ પધારવાના હોય આ અંગેની તૈયારીઓ વિશે વડાપ્રધાને પ્રફુલ પટેલે માહિતી આપી હતી. સંઘ પ્રદેશના લોકોની સરકાર પ્રત્યેની અપેક્ષાઓ વિશે પ્રફુલ પટેલે પીએમને જણાવ્યું હતું ત્યારે પીએમએ સંઘપ્રદેશના લોકોના હિતાર્થમાં તમામ સંભવિત પગલા લેવાની ખાતરી આપી હતી.દિવનો સ્માર્ટસિટીમાં સમાવેશ કરવા બદલ વડાપ્રધાનનો પ્રફુલ પટેલે આભાર માન્યો હતો. આ તકે પ્રફુલ પટેલે જણાવ્યું કે, સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવાથી દિવ વાસીઓમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. દિવનું ભાવી ખુબ ઉજળુ બનશે. સ્માર્ટસિટી બન્યા બાદ ત્યાંના લોકોની સુખાકારીમાં વધારો થશે.