સરદાર સરોવર ડેમથી ૩.૩૨ કિલોમીટર દુર ૩૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ

પીએમ મોદી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર પાસે બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. લોખંડી પુરુષ સરદાર પટેલનું આ ૧૮૨ મીટર ઉંચું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેચ્યુ હશે. એટલું જ નહીં, આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાની સાથે પીએમ મોદી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ શરુ કરશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે શરુ કરાવ્યો હતો.

સરદારના ૧૪૩મા જન્મદિને તેનું અનાવરણ કરવામાં આવશે. ચીફ સેક્રેટરી જેએન સિંઘે જણાવ્યું હતું કે , ૩૧મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો, અને તેનું અનાવરણ તેમના જ હાથે થશે. ૩૧મી ઓક્ટોબરે થનારો આ કાર્યક્રમ માત્ર સરદારના સ્ટેચ્યુને જ ખૂલ્લું મૂકવાનો નહીં હોય.

તેના દ્વારા પાટીદાર સમુદાયને પોતાના તરફ ફરી આકર્ષિત કરવાનો પ્રયાસ પણ હશે. મહત્વનું છે કે, અનામતની માગ સાથે પાટીદારો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ભાજપથી તેઓ હાલમાં ખફા છે. ભાજપને આશા છે કે, સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદારોની નારાજગી દુર કરવામાં મદદ કરશે.

આ સ્ટેચ્યુનું ખાતમૂર્હુત ૩૧ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. તેને સરદાર સરોવર ડેમથી ૩.૩૨ કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. ૩૦૦૦ કરોડ રુપિયાના આ પ્રોજેક્ટને પીપીપી મોડેલ પર બનાવાઈ રહ્યો છે. એલએન્ડટી દ્વારા આ સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે.

તેનું કામ શરુ થયું ત્યારે પીએમ મોદીએ આખા ભારતમાંથી તેના માટે ખેડૂતોને લોખંડનું દાન કરવા અપીલ કીર હતી. આ સ્ટેચ્યુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી ગુજરાત સરકારને આશા છે. ૧૮૨ મીટર ઉંચા આ સ્ટેચ્યુમાં લિફ્ટ દ્વારા ઉપર સુધી જઈ શકાય તેવી પણ વ્યવસ્થા છે, અને ત્યાંથી સરદાર સરોવર ડેમનો નયનરમ્ય નજારો જોઈ શકાશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.