વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ કરવાના છે. આ બેઠક બપોરે 3 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ચાલવાની છે. જેમાં દરેક મુખ્યમંત્રીઓને તેમની વાત રજૂ કરવાનો મોકો મળશે. લોકડાઉનનો ત્રીજો ફેઝ 17 મેના રોજ પૂરો થઈ રહ્યો છે.

આ સંજોગોમાં મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આપવાની રણનીતિ, લોકડાઉનમાં છૂટછાટ આપવા અને આર્થિક ગતિવિધિને વેગ આપવા વિશે સુચન માંગશે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ હવે ઈકોનોમીને ગતિ આપવા માટે રાજ્યોનું કામકાજ શરૂ કરાવવા પર રહેશે.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાજ્યોના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અને હેલ્થ સેક્રેટરી (સ્વાસ્થય સચિવ) સાથે વાત કરી હતી. ગૌબાએ કહ્યું કે, રાજ્ય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા વિશે વિચારવું જોઈએ. સરકાર મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. દરેક રાજ્યો તેમાં વધુને વધુ સહયોગ કરે અને વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને પરત ફરવામાં મદદ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.