ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીનું ઐતિહાસિક સંમેલન: ૧૫૦ પ્લસના વિજયનો રણટંકાર કરાશે

વિધાનસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે ગુજરાત ગૌરવયાત્રા સમાપન મહાસંમેલનમાં વડાપ્રધાન મોદી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાત લાખ પેજ પ્રમુખને સંબોધન કર્યું છે. ગાંધીનગરના ભાટ ગામે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા ગુજરાત ભાજપના સંગઠન પ્રભારી ભુપેન્દ્ર યાદવ સહિતના આગેવાનોએ પણ આ તકે હાજરી આપી છે. સંમેલનથી ૧૫૦ પ્લસના ઐતિહાસિક વિજયનો રણટંકાર કરાશે તેવું ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનું કહેવું છે.

જીતુભાઇ વાઘાણીએ ગુજરાત રાજ્યના મહાનગરોને બાદ કરતાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાતની વિકાસયાત્રા, રાજ્યની સંવેદનશીલ સરકારે કરેલા પ્રજાકલ્યાણલક્ષી કાર્યોનો હિસાબ આપવા નીકળેલી બે ગૌરવયાત્રાના સમાપન દિવસે જણાવ્યું હતું કે, જનજનનો ઉમળકાભેર આવકાર ગુજરાત ગૌરવ યાત્રાને મળ્યો છે.  વાઘાણીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની પોરબંદરી ૨ ઓક્ટોબરે પ્રારંભ યેલી ગુજરાત ગૌરવ યાત્રાની વિગતોમાં જણાવ્યું હતુ કે, આ યાત્રા દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ જીલ્લાની ૨૬ વિધાનસભા બેઠકો અને સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમના, ભાવનગર, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જીલ્લાની ૪૧ વિધાનસભા બેઠકોમાં ફરી હતી અને જનતાજનાર્દનનું જાગરણ કર્યું હતું.

૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ પોરબંદરી પ્રારંભ યેલી ગુજરાત ગૌરવ યાત્રાને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પ્રસન કરાવ્યું હતું. આ યાત્રાના પ્રારંભ પ્રસંગે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, કેન્દ્રીય મંત્રીઓ પરષોત્તમ રૂપાલાજી, મનસુખભાઇ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જોડાયા હતા. પોરબંદરી પ્રાંરભ યેલી ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની,  જુએલ ઓરમજી અને દેશના ગૃહપ્રધાન રાજનાસિંહજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ જોડાયા હતા.  સૌરાષ્ટ્ર-દક્ષિણ ઝોનની ગૌરવયાત્રાએ ૨૧૯૨ કિલોમીટરની યાત્રા કરી હતી. ૮૨ સનો પર સ્વાગત ઝીલ્યું હતું અને ૫૭ સભાઓને સંબોધી હતી. સૌરાષ્ટ્ર-દક્ષિણ ઝોનની યાત્રાના ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા અને પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિત વ્યવસમાં જોડાયેલા કાર્યકરોએ આગ પરિશ્રમ કર્યો હતો.

જીતુભાઇ વાઘાણીએ ઉત્તર અને મધ્યગુજરાતને સાંકળતી ૧ ઓક્ટોબરના રોજ કરમસદી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં નીકળેલી ગુજરાત ગૌરવ યાત્રા અંગેની માહિતીમાં જણાવ્યું હતુ કે,

આ યાત્રા મધ્ય ગુજરાતના ૭ જીલ્લામાં ૩૭ તાલુકા અને ૫૪ ગામોમાં ગઇ હતી. ૩૫ વિધાનસભા મતવિસ્તારનો સંપર્ક કર્યો હતો. ઉત્તર ગુજરાતના ૮ જીલ્લા, ૩૯ તાલુકા, અને ૯૮ ગામોનો સંપર્ક કર્યો હતો. ૩૮ વિધાનસભા મતવિસ્તારમાં ગઇ હતી. આ યાત્રામાં કુલ ૭૩ જાહેરસભાઓ યોજાઇ હતી અને ૨૨૭૯ કિલોમીટર અંતર કાપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.