વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મેથી સિંગાપોર- ઈન્ડોનેશિયાના 5 દિવસના પ્રવાસે જઈ રહ્યા છે. વિદેશ મંત્રાલાયના જણાવ્યા પ્રમાણે, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન બંને દેશોના નેતા સાથે દ્વીપક્ષીય મુલાકાત કરશે. તેમાં સુરક્ષા સહિત ઘણાં મુદ્દાઓ પર કરાર થવાની પણ શક્યતા છે. મોદીની આ ઈન્ડોનેશિયાની પહેલી અને સિંગાપોરની બીજી મુલાકાત છે. નિષ્ણાતોના મત પ્રમાણે આ બંને દેશોની મુલાકાતનો હેતુ એક તરફ ચીનને આડકતરી ચેતવણી આપવાનો અને ભારતને વેપાર અને રક્ષા ક્ષેત્રે ઘણી મદદ મળે તે છે.

1 1 1527564748

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.