વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતીકાલે(30મી જાન્યુઆરી) દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહુર્ત કરશે. ખાતમૂહુર્ત બાદ PM મોદી એરપોર્ટ ખાતે સભાને સંબોધન કરશે. સુરત બાદ PM મોદી નવસારીના દાંડીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. દાંડીના કાર્યક્રમ પુરો થયા બાદ PM મોદી સુરત પરત ફરશે.
સમય | કાર્યક્રમ |
12:35 કલાક | સુરત એરપોર્ટ પર આગમન |
01:30 થી 14:00 કલાક | નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુહૂત તથા સભા |
14:00 કલાક | સુરત એરપોર્ટ થી વિનસ હોસ્પીટલ,રામપુરા જવાના રવાના |
14:20 થી 15:05 કલાક | વિનસ હોસ્પીટલ રામપુરા ખાતે હોસ્પીટલ બિલ્ડીંગનું ઉદધાટન તથા સભા |
15:05 કલાક | વિનસ હોસ્પીટલ થી સુરત એરપોર્ટ જવા રવાના |
15:30 કલાક | સુરત એરપોર્ટ થી દાંડી,નવસારી જવા રવાના |
15:50 કલાક થી 17:30 કલાક | દાડી,નવસારી ખાતે કાર્યક્રમ |
17:30 કલાક | દાંડી થી સુરત એરપોર્ટ આવવા રવાના |
17:50 કલાક | સુરત એરપોર્ટ થી ઇન્ડોર સ્ટેડીયમ |
18:10 થી 19:10 કલાક | ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કાર્યક્રમ |
19:10 કલાક | ઇન્ડોર સ્ટેડીયમ થી સુરત એરપોર્ટ જવા રવાના |
19:30 કલાક | સુરત એરપોર્ટ થી પ્રસ્થાન |
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના એક્સપાન્સના ખાતમુહૂર્ત માટે 30મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવી રહ્યા છે. તે દિવસે એરપોર્ટથી અવર-જવર કરતા પેસેન્જરોને તકલીફ નહીં પડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જોતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુખ્ય ગેટની બાજુની દિવાલ તોડી નાંખી ત્યાંથી એક કાચો રસ્તો બનાવ્યો છે. જ્યાંથી પેસેન્ જરોની ગાડી અવર-જવર કરશે. 30મી જાન્યુઆરીએ સુરત એરપોર્ટનો મુખ્ય ગેટ બંધ રખાયો છે.
ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં 15 હજાર પ્રોફેશનલ્સને સંબોધન કરશે. જ્યાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશમાં પ્રથમવાર પી.એમ નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરશે. સેન્ટર રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમમાં ચારે બાજુ બેઠેલા તમામ લોકો વડાપ્રધાનને આંખથી આંખ મેળવીને નિહાળી શકશે.
સ્ટેજ ઉપર ઉપસ્થિત પી.એમને ચક્કર નહીં આવે તે રીતે રિવોલ્વિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 7 મિનિટમાં રિવોલ્વિંગ સ્ટેજ એક રાઉન્ડ પુરો કરશે. એટલે કે એક કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન 9 વાર ઇન્ડોર સ્ટેડિયમના ચક્કર લગાવશે.