મોદીની મુલાકાત દરમિયાન દરિયા પર બાજ નજર રાખવા સંયુક્ત રીતે મેરીટાઈમ સર્વેલન્સ સેટેલાઈટ બનાવવાની યોજનાને લીલીઝંડી અપાશે
વિશ્વમંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબંધોની ઉષ્માના માહોલી આજે ભારત રાજનૈતિક ર્આકિ અને વિકાસ સહિતના અનેક ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ અને મહત્વનું સન પ્રાપ્ત કરવા સક્ષમ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી ઓગષ્ટી ફ્રાંસ, યુએઈ અને બેહરીનના પ્રવાસે જઈ રહ્યાં છે ત્યારે વડાપ્રધાનનો આ પ્રવાસ અનેક રીતે મહત્વનું મનાઈ રહ્યું છે. ભારત અને ફ્રાંસ અત્યારે દરિયાઈ ક્ષેત્ર પર સુરક્ષાની બાજ નજર અને મેરીટાઈમ્સ સર્વેલન્સ માટે ભારતીય સમૃદ્ધ વિસ્તારમાં ઉપગ્રહના નિર્માણની દિશામાં કામ કરી રહ્યાં છે. આ મહત્વકાંક્ષી પરિયોજનાના બીજા તબક્કાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનેલ મેક્રોન સાથે પેરિસમાં ગુરૂવારે સાંજે નારી મુલાકાત બાદ લીલી ઝંડી અપાશે.
ભારત ફ્રાંસ વચ્ચે સંયુક્ત રીતે નિર્માણાધીન મેરિટાઈમ સર્વેલેન્ટ સેટેલાઈય બન્ને દેશો માટે પોત પોતાના વિસ્તારમાં સમૃદ્ધની નાનામાં નાની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં ઉપયોગી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ અને ૨૩ ઓગષ્ટે ફ્રાંસની સત્તાવાર મુલાકાત લેશે.
આ વખતે યુએઈ સરકાર વડાપ્રધાન મોદીને ફ્રાંસના પ્રવાસેી વળતી વખતે આતિથ્ય ભાવનો લાભ લેશે. ફ્રાંસના સહયોગી ભારત જયતાપુર અણુ રિયેકટર પ્લાન તૈયાર કરી રહ્યું છે. ટેકનોલોજી અને વ્યવસાયીક સહયોગી ફ્રાન્સની ઓફર ભારત માટે આ વર્ષના અંત સુધીમાં જ કાર્યરત શે.
ભારત ફ્રાંસના સહયોગી દેશમાં ૧૬૫૦ મેગા વોટના એક એવા છ અણુ રિયેકટર પ્લાન્ટના નિર્માણ કી ૯૯૦૦ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભારત-ફ્રાંસના સંબંધો વધુને વધુ વ્યવહારૂ અને વ્યાપાર વિકાસની સાથે સાથે સંરક્ષણ, દરિયા સુરક્ષા, અવકાશ, આતંકવાદ વિરોધી સુરક્ષા કવચ વગેરે ક્ષેત્રોમાં બન્ને તરફી વધુને વધુ સહયોગ પ્રાપ્તીી સાયબર સિક્યુરીટી અને ડીજીટલ સહયોગની દિશામાં પણ ખુબ ફાયદો શે.
વડાપ્રધાનની મુલાકાત બાદ ભારત ફ્રાંસના દ્વિપક્ષીય સહયોગ, વિકાસનો ભાવી રોડ મેપ, ડિજીટલ સહયોગ તા ખાસ કરીને ભારત અને ફ્રાંસમાં આર્ટિફિશીયલ ઈન્ટેલીજીયન્સ, આંતર માળખાકીય સુવિધાઓ અને બન્ને દેશો સ્ટાર્ટઅપ માટે સધન આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન ગુરૂવારે સાંજે ચેન્ટીલી ખાતે મેક્રોન સાથે મુલાકાત કરશે અને તેમના માનમાં યોજાયેલા ભોજન સમારંભમાં હાજરી આપશે. બીજા દિવસે ફ્રાંસના વડાપ્રધાન એડયુરોડ ચાર્લ્સ સાથે મુલાકાત અને પેરિસના યુનેસ્કોને હેડ કવાર્ટરમાં ભારતીય સમુદાયને સંબોધશે અને ૧૯૫૦ અને ૧૯૬૬માં દૂર્ઘટના ગ્રસ્ત યેલા એર ઈન્ડિયાના બે વિમાનોમાં મૃત્યુ પામેલાઓની યાદીમાં ઉભા કરવામાં આવેલા સ્મારકનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાનના ત્રણ દેશોના પ્રવાસ અંગે સચિવ ટીએસ ત્રિમુર્તિએ પત્રકારોને જણાવ્યું હતું કે વડાપ્રધાનનો આ ફ્રાંસનો પ્રવાસ સંરક્ષણ, આર્ટિફિશીયલ ઈન્ટેલીજીયન્સી અણુ પાવર પ્લાન્ટ, ભારત પ્રશાંત સહયોગ માટે ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનનું આ પ્રવાસ વ્યૂહાત્મક રીતે ફ્રાંસ સાથે સંરક્ષણ અણુ ઉર્જા આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ, દરિયા સુરક્ષા, સાયબર સુરક્ષા, આંતર રાષ્ટ્રીય શૌર્ય ઉર્જા સહયોગ અને દ્વિપક્ષીય સહયોગી ભારત-ફ્રાંસ વચ્ચેના વિકાસ કામો માટેના ખૂબજ મહત્વનો હોવાનું ઉમેર્યું હતું.