કહેવત છે કે સંત બનવુ તો સ્વામિનારાયણનું અને નોકરી કરવી તો સરકારી….બંનેમાં જલસો જ પડી જાય છે. ત્યારે આપણા રાજકારણના નોકરિયાતોનો જ્યારથી સરકાર સાંભળવામાં સમાવેશ થાય છે ત્યારે સરકારી કામકાજ દરમિયાન સરકારી સવલતોનો ભરપૂર ઉપયોગ કરવો તે તો સમજ્યા જ્યારે પોતાના પર્સનલ અને પરિવારના કામો માટે પણ સરકારી સવલતોનો ઉપયોગ થાય તેતો કંઈક વધુ પડતું જ થઈ રહ્યું છે તે જનતાતો ક્યારની સમજીચૂકી છે પરંતુ હવે આ વાત દેશના વડાપ્રધાન પણ અંતે સમજી ગયા છે. ત્યારે બુધવારે મળેલી કેબિનેટ મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેબિનેટમાં હાજર દરેક મંત્રિનો જાણે ક્લાસ જ લઈ લીધો તેવું દર્શાવ્યું હતું…
વડાપ્રધાનના લેકચર દરમિયાન તેમણે કડક શબ્દોમાં મંત્રીઓને જણાવ્યુ હતું કે ફાઇવસ્ટાર હોટેલ અને પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSD) કંપનીઑ અને તેના દ્વારા મળતી સહુલિયતથી દૂર રહેવા જણાવ્યુ હતું. પ્રધાનો જાણે સરકારી સંપતિઓ જે તેમની સગવળતા માટે હોય છે તેનો પરિવાર અને પોતાના માટે વધુ ઉપયોગ થતો હોવાનું જોયા બાદ જ વડાપ્રધાને આ પ્રકારના આદેશ આપ્યા છે. તેમજ સરકારના નામે પાંચસિતારા હોટલમાં રહેવાના બદલે સરકારી આવાસમાં ઉતરવાનું રાખે અને સરકારી જાહેરક્ષેત્રની કંપનીઓની ગાડીઑ વાપરવાનું પણ છોડવા કહ્યું છે. આટલું કહ્યા બાદ મોદી અટકતા ન હોય તેમ આ પ્રકારના ક્લાસ લેવાનું એક જ કારણ છે જે તેમના શાસનનો મુખ્ય ઉદ્દેશ છે આ તેમની ભ્રષ્ટાચાર વિરુધ્ધની ઝીરો ટોલરેન્સ નીતિનો જ એક ભાગ છે, જેથી જો હવે આવી કોઈ ગતિવિધિઓ સામે આવશે તો તેની સામે યોગ્ય પગલાં લેવાશે.