નગરપાલિકા સુપર સિડ થશે?  કલેક્ટર તંત્ર ઉપર તવાઈ ઉતરશે?

ઝૂલતા પુલ દુર્ઘટનાથી મોરબી હિબકે ચડ્યું છે. એક સાથે 134ના મોત નિપજ્યા હોવાની સતાવાર જાહેરાત થઈ છે. બીજી તરફ વડાપ્રધાન મોદી આજે મોરબી આવી રહ્યા છે તેઓ દ્વારા મોટા ધડાકા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. નગરપાલિકા સુપર સિડ થશે ?  કલેક્ટર તંત્ર ઉપર તવાઈ ઉતરશે ? આવા પ્રશ્નો હાલ સર્જાયા છે.

મોરબીમાં રવિવારે મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું. તંત્રના જાહેર કર્યા અનુસાર મૃત્યુઆંક 134 થયો છે. આ મૃતકોમાં મોરબી જિલ્લાના 100, રાજકોટ જિલ્લાના 15, અમદાવાદના 4, દ્વારકાના 1, જામનગરના 5, કચ્છના 5 અને સુરેન્દ્રનગરના 4 લોકો છે. જ્યારે મોરબી જિલ્લાના મૃતકોમાં 100 લોકોમાંથી મોરબી તાલુકાના 94 હળવદના 1, ટંકારાના 4 અને વાંકાનેરના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

IMG 20221031 WA0727

આ દુર્ઘટના બાદ તંત્ર અને મેનેજમેન્ટ કરતી કંપનીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. શુ પુલ પાલિકાની માલિકીનો હતો ? જો તેને ખાનગી કંપનીને વેચી દીધો ? અને ખાનગી કંપનીનો આ પુલ થઈ ગયો હતો ? તો તેને મનફાવે એમ મેનેજમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું હતું. આ મામલે અનેક પ્રશ્નો હાલ સર્જાયા છે. વધુમાં વડાપ્રધાન મોદી આજે કડક એક્શન જાહેર કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જાણકારોના મતે પાલિકા અને કલેક્ટર તંત્ર ઉપર એક્શન લેવાઈ શકે છે. મ્યુનિસિપાલીટીના ચીફ ઓફિસરે 15 વર્ષનો કરાર ખાનગી કંપની સાથે કરેલો છે જે કોન્ટ્રાક્ટ વર્ષ 2037ના માર્ચ મહિના સુધી નો છે. કરારમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રિજને લગતી તમામ વહીવટી કામગીરી, સ્ટાફની નિયુક્તિ, ટિકિટ બુકિંગ, ટિકિટ કલેક્શન, બ્રિજ મેન્ટેનન્સ તથા બ્રિજ ક્લિનિંગની જવાબદારી ઓરેવા ગ્રુપ પર રહેશે. આ કરારમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરકાર અથવા કોઈ અન્ય સંસ્થા આ કરારમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે કોન્ટ્રાક્ટરે કરારો મુજબ કામગીરી શરૂ કરી હતી તેમાં તેને જ પ્રથમ નિયમનું ઉલંઘન કર્યું હતું કરારમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સંસ્થા પ્રતિવર્ષ ટિકિટમાં બે રૂપિયાનો વધારો નોંધાવી શકે છે પરંતુ બ્રિજ ખુલતા ની સાથે જ મોટા લોકો માટે 17 રૂપિયા ટિકિટ નિર્ધારિત કરવામાં આવી હતી. એટલું જ નહીં જ્યારે બ્રિજને સમારકામ કરવામાં આવે ત્યારે તેને 8 થી 12 માસ સુધી આપવામાં આવે.

ટીખળખોરોની ધમાલથી જ પુલને નુકસાન પહોંચ્યું?

સસ્પેન્શન બ્રિજ એટલે કે ઝૂલતો પુલ ખૂબ જ અનોખો છે અને તેને બનાવવા પાછળ જે એન્જિનિયરો નો દિમાગ લગાવવામાં આવ્યો તે પણ અનોખો છે પરંતુ બ્રિજ કયા કારણે તૂટ્યો તેનું યોગ્ય કરણ હજુ પણ કારણ સામે આવ્યું નથી. દિલ્હી ખાતે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ ના સ્ટ્રકચરલ એન્જિનિયર સપ્ત દીપ સરકારે જણાવ્યું હતું કે જે સસ્પેન્શન બ્રિજ મોરબી ખાતે આવેલું છે તે લોકોનો વજન ખૂબ સહજતાથી ઉઠાવી શકે છે પરંતુ જો તેમાં વજનમાં વધારો થાય તો તેના વર્ટિકલ સસ્પેન્ડર જે છે તેમાં ઘર્ષણ થવાનું શરૂ થતું હોય છે અને બ્રિજને તેની અસર પણ પહોંચે છે પરંતુ જે સીસીટીવી વિડીયો સામે આવ્યા તેમાં જે એક યુવક દ્વારા બ્રિજના વાયરને પગ મારવામાં આવતા હતા તેનાથી બ્રિજની મજબૂતાઈને ઘણી ખરી અસર પહોંચી છે.

એન્જિનિયરનું માનવું છે કે જે સસ્પેન્ડર લગાડવામાં આવ્યા હતા તે મેન કેબલ સાથે સીધા જ જોડાયેલા હોય છે જેથી બ્રિજને સારી રીતે તે કનેક્ટ રાખી શકે છે. બેક ઉપર ચાલનાર લોકો માં ઘસારો જોવા મળે તો તેનો ભાર વર્ટિકલ પિલર ઉપર જોવા મળતો હોય છે અને જે સતત કમ્પ્રેસ પણ થતો હોય છે. મેરના જણાવ્યા મુજબ જે મેઈન કેબલ લાગેલો હોય તેને સમયાંતરે તેને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે અને તેને યોગ્ય સર્વિસ આપવી પણ એટલી જ અનિવાર્ય છે જેથી બ્રિજ લોકોનો ભાર સહજતાથી સહન કરી શકે. એન્જિનિયર સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે જે બ્રિજ પર કેબલ લગાડવામાં આવેલા છે તે ઉચ્ચ ગુણવત્તા ના હોવાથી તે પુલ લાંબા સમય સુધી ટકે તેવો હતો પરંતુ જે રીતે લોકો દ્વારા તેને ક્ષતિ પહોંચાડવામાં આવી તેના કારણે આ દુર્ઘટના ઘટી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.