એશિયા-પેસિફિક રિજનની સ્થિતિ પર વિચારાઓનું આદાન-પ્રદાન થયું
વડાપ્રધાન મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પુતિનની હાલની ભારત યાત્રા દરમિયાન ચર્ચા કરી અને કેટલાંક મુદ્દાઓ પર વાતચીત કરી. વડાપ્રધાન કાર્યાલયે આ અંગે જાણકારી આપી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ૬ ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ૨૧ માં ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં સામેલ થવા આવ્યા હતા. આ દરમિયાન ભારત અને રશિયા વચ્ચે અનેક રક્ષા સૌદા પર હસ્તાક્ષર થયા.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, ‘બંને નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિ ભાગીદારી’ અંતર્ગત સામેલ તમામ મુદ્દે નિયમિત સંપર્કમાં રહેવા અંગે સહમતિ દર્શાવી. આ ઉપરાંત બહુપક્ષીય મંચમાં દ્વિપક્ષીય સહયોગની સાથે સાથે પરામર્શ અને સમન્વયને વધુ મજબૂત બનાવવાના સતત પ્રયાસ પર પણ સહમતિ વ્યક્ત કરી. પીએમઓએ કહ્યું, આ વાતચીતમાં રક્ષા સહયોગને આગળ વધારવાની તક, સહયોગ તેમજ ભારત સાથેના અન્ય મુદ્દાઓ પર ભવિષ્યની કાર્યવાહીને મજબૂત કરવામાં મદદ પર પણ સહમતિ બની. વાતચીત દરમિયાન ઈન્ટરનેશન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલાં એક રશિયન અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી જેમાં એશિયા-પેસિફિક રિજનની સ્થિતિ પર વિચારાઓનું આદાન-પ્રદાન કર્યું. રશિયા, હિન્દ-પ્રશાંત ક્ષેત્રને હંમેશા એશિયા-પ્રશાંત ક્ષેત્રના નામથી બોલાવવામાં આવે છે. અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ ૬ ડિસેમ્બરે પુતિનની ભારત યાત્રા દરમિયાન અંતિમ રૂપ આપવામાં આવેલી સમજૂતીઓને લાગુ કરવા માટે વ્યવહારિક મુદ્દે પણ ચર્ચા કરી.
રશિયન અધિકારીએ વધુમાં કહ્યું કે, પુતિન ૬ ડિસેમ્બરે નવી દિલ્હીની ઉચ્ચ સ્તરીય યાત્રા દરમિયાન રશિયન ડેલિગેશનનું આતિથ્ય સત્કારને લઈને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમને વધુમાં કહ્યું કે, તેઓએ વાતચીત દરમિયાન થયેલી સમજૂતીઓને ક્રિયાન્વયનના વ્યવહારિક મુદ્દે ચર્ચા કરી તેમજ રશિયા અને ભારત વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારી અને વિકાસ લઈને પરસ્પરના ઈરાદા જાહેર કર્યા.