મહિલા દિને સોશિયલ મીડિયા ખાતા મહિલાઓને ચલાવવા દેવાના વડાપ્રધાનના નિર્ણયને લોકોએ આવકાર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતર રાષ્ટ્રીય મહિલા દિને નસુપર વુમન્સથને આગળ કરીને સોશિયલ મીડિયામાં ડંકો વગાડયો હતો. વડાપ્રધાને બે દિવસ અગાઉ પોતાનાક સોશિયલ મીડિયા વિવિધ પ્લેટફોર્મના પોતાના ખાતા છોડવાની સોશિયલ મીડિયા થકી જાણ કરી હતી. બાદમાં વડાપ્રધાનના આ નિર્ણય અંગે અનેક લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જ સંદેશાનો મારો કરી વડાપ્રધાનના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અને ફેર વિચારણા કરવા અપીલ કરી હતી. જેમાં અનેક મહિલાઓ પણ સામેલ હતી.
બાદમાં વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી જ પોતાના સોશિયલ મીડિયાના ખાતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓને સોપવા નિર્ણય જાહેર કર્યો હતો. જેને મહિલાઓ સહિત સૌએ વધાવી લીધો હતો. વડાપ્રધાને મહિલા દિવસે પોતાના સોશિયલ મીડિયાના ખાતા દેશની નસુપરવુમનસથને સોંપી દીધા હતા. અને આ મહિલાઓએ ખાતા સંભાળ્યા હતા વડાપ્રધાન આ પગલાથી સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા અને દેશ વિદેશમાં ડંકો વગાડયો હતો.
ખેતી કરતી મહિલાથી માંડી સફાઈ, વિકલાંગોના અધિકાર, જળ સંરક્ષણ, ગરીબાઈ સામે જજૂમવાથી માંડી કાશ્મીરી હસ્તકલાને પૂર્નજીવીત કરવા માટે મોટુ યોગદાન આપનાર મહિલાઓએ પોતાના જીવનની વાતો રજૂ કરી હતી અને પોતાનાજીવન સંઘર્ષની વાતો કરીને અનેકને પ્રેરણા પૂરી પાડી હતી.
લોકો સાથે સીધો સંવાદ કરવા માટે જણાવતા વડાપ્રધાન મોદી અગાઉ રેડિયો પર નમન કી બાતથ કરી પોતાના વિચારો લોકો સમક્ષ મૂકી ચૂકયા છે. તેમના મનની વાતો અને તેમાં કહેવાયેલી લોકોના સંઘર્ષ સહકાર પ્રેરણા અને ભાવિ યોજનાની વાતોને લોકોએ ખરા દિલથી આવકારી છે. ટિવટર અને ફેસબુકના સુપરવુમન્સ એક દિવસ ચલાવવા તે અંગે વડાપ્રધાને કહ્યું છે કે
આ સુપરવુમન્સે વિવિધ ક્ષેત્રોમાં ઘણુ સરસ કામ કર્યું છે. આ સુપરવુમન્સના સંઘર્ષ અને અપેક્ષાઓએ અન્યોને સારૂ કરવાની કંઈક નવીન કરવાની પ્રેરણા પૂરી પાડી છે.
ભૂખમરો દૂર કરવા મહત્વનું કામ કરનાર સ્નેહી મોંહનદાસ માત્ર ૧૩ વર્ષની ઉંમરે બોમ્બ વિસ્ફોટમાં એક હાથ અને એક પગ ગુમાવનાર માલવીકા ઐયર અને કાશ્મીરી હસ્તકલાને વિકસાવવા માટે પ્રયાસ કરનારક આરીફ જાન સહિતની મહિલાઓની વડાપ્રધાને પોતાના સોશિયલ મીડિયાના ખાતા ચકાસવા માટે પસંદ કરી હતી.
ટિવટર પર આઠ વ્યકિતએ સુપરવુમન્સને આવી તક આપવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તો અન્ય એકે આવું ઉમદા કાર્ય કરવાથી અન્યોને પ્રેરણા મળશે તેમ જણાવ્યું હતુ સુપરવુમન્સની વાતોથી અનેક લોકોએ પ્રશંસા કરી આવા પગલા બદલ વડાપ્રધાનના પગલાને આવકાર્યું હતુ.