વિજયઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર પ્પુષ્પાંજલી અર્પણ કરી
આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદી સોમવારે સવારે 7.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીજીની જન્મજયંતિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ બાદ PM મોદી વિજયઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે તેમની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પૂર્વ PM લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતી પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ વિજયઘાટ પર આપી શ્રદ્ધાંજલિ
સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે 2 ઓક્ટોબરે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 119મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. અગાઉ 1 ઓક્ટોબરે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ ટ્રેનર અંકિત બૈયાનપુરિયા સાથે મળીને શ્રમદાન કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર અંકિત બૈયાનપુરિયા સાથે વાતચીત કરતા 4 મિનિટ 41 સેકન્ડનો વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તે સ્વચ્છ અને સ્વસ્થ ભારતનો સંદેશ આપી રહ્યો છે. સપ્ટેમ્બરના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને 1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી એક કલાક માટે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની અપીલ કરી હતી.