પ્રધાનમંત્રી મોદી વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવતી વખતે ભાવુક થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દેશના પ્રવાસને પૂરો કરીને આજે સ્વદેશ પાછા ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચ્યા છે. 40 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ગ્રીસનો પ્રવાસ કર્યો. પીએમ મોદી અગાઉ 1983માં ઈન્દિરા ગાંધીએ ગ્રીસની મુલાકાત કરી હતી.
પીએમ મોદી ભાવુક
વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવતી વખતે પીએમ મોદી ભાવુક થતા જોવા મળ્યા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે હું તમને વૈજ્ઞાનિકોને સેલ્યૂટ કરવા ઈચ્છું છું. આ કોઈ સાધારણ સફળતા નથી. આ અંતરિક્ષમાં ભારતના સામર્થ્યનો શંખનાદ છે. પીએમ મોદીએ કહ્યું કે મારી આંખો સામે 23 ઓગસ્ટની એક એક સેકન્ડ વારંવાર ઘૂમી રહી છે. જ્યારે ટચડાઉન કન્ફર્મ થયું. જે પ્રકારે ઈસરો સેન્ટર અને સમગ્ર દેશમાં લોકો ઉછળી પડ્યા તે દ્રશ્ય કોણ ભૂલી શકે. કેટલીક સ્મૃતિઓ અમર થઈ જાય છે. તે પળ અમર થઈ ગઈ. તે પળ આ સદીની સૌથી પ્રેરણાદાયક ક્ષણોમાંથી એક છે. દરેક ભારતીયને લાગતું હતું કે વિજય પોતાનો થયો છે. પોતે મહેસૂસ કરતો હતો. દરેક ભારતીયને લાગી રહ્યું છે કે તે એક મોટી પરીક્ષામાં પાસ થઈ ગયો. આજે પણ શુભેચ્છા અને સંદેશા અપાઈ રહ્યા છે. આ બધુ તમે બધાએ શક્ય બનાવ્યું છે.
બેંગલુરુમાં પ્રધાનમંત્રી મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે કરી મુલાકાત, વૈજ્ઞાનિકોને સંબોધન દરમિયાન PM મોદી થયા ભાવુક.
જ્યાં લેન્ડર ઉતર્યું તે પોઈન્ટનું નામ શિવશક્તિ :
પીએમ મોદીએ કહ્યું કે તે ચંદ્રના રહસ્યોને ઉજાગર કરશે. આ સાથે જ ધરતીના પડકારોના સમાધાનમાં પણ મદદ કરશે. આ સફળતા માટે મિશનની સમગ્ર ટીમની શુભેચ્છા પાઠવું છું. મારા પરિવારજનો તમે જાણો છો કે સ્પેસ મિશનના ટચ ડાઉનનું નામ આપવાની પરંપરા છે. ચંદ્રમાના જે ભાગ પર ચંદ્રયાન 3 ઉતર્યું છે ભારતે તેના નામકરણનો નિર્ણય લીધો છે. જ્યાં લેન્ડર ઉતર્યું છે તે પોઈન્ટને શિવશક્તિના નામથી ઓળખવામાં આવશે.