વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચ્યા હતા. મલેશિયાના ટૂંકા રોકાણ દરમિયાન મોદીએ દુનિયાના સૌથી વૃદ્ધ એવા મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેશિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત બાદ મોદી સિંગાપોર પહોંચ્યા છે. અહીં પહોંચતા જ ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોદી અહીં શાંગરી-લામાં સંબોધન પણ કરશે.
PM Narendra Modi meets members of the Indian community outside Fullerton Hotel in Singapore pic.twitter.com/qeq0Bn1mhw
— ANI (@ANI) May 31, 2018
સિંગાપોર ભારત માટે ખૂબ મહત્વનું છે, કારણકે અહીં 8 લાખ ભારતીયો રહે છે. 8 હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્ટર્ડ છે. બંને દેશો વચ્ચે અત્યારે અંદાજે 1.2 કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે.