- બિહારમાં ચૂંટણી પ્રચારના બીજા દિવસે મોદી પટનાના તખ્ત હરમંદિર સાહિબ ગુરુદ્વારાના દર્શને પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર પ્રવાસના બીજા દિવસે પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તખ્ત હરમંદિર સાહિબ ગુરુદ્વારા ખાતે શીખ પાઘડી પહેરી દરબાર સાહિબમાં દર્શન કરીને જાતે રોટલી બનાવી, લંગરમાં ભોજન પીરસીને સેવા આપી હતી.
ગુરુદ્વારામાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબમાં હાજરી આપી હતી. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનની એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યાં તેમણે જાતે રોટલી બનાવી હતી. આ ઉપરાંત તેમણે લંગરમાં બેઠેલા લોકોને ભોજન પણ પીરસ્યું હતું.
તખ્ત શ્રી પટના સાહિબને તખ્ત શ્રી હરમંદિરજીને પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તે બિહારની રાજધાની પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું.
શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમણે આનંદપુર સાહિબ જતા પહેલા તેમના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા.
મોદી કાલે વારણસી બેઠક ઉપર ભરશે ઉમેદવારી ફોર્મ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક ઉપર આવતીકાલેઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ દરમિયાન એનડીએના ઘણા નેતાઓ ઉપસ્થિત રહેશે. અહેવાલો મુજબ વડાપ્રધાન મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા સવારે અસ્સી ઘાટ જશે અને લગભગ 10.00 કલાકે કાળભૈરવ મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગે એનડીએ નેતાઓ સાથે બેઠક કરશે અને પછી 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જવા રવાના થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા કાશીના કોતવાલા બાબા કાળભૈરવના મંદિરમાં દર્શન કરશે અને પૂજા-અર્ચના પણ કરશે. અગાઉ તેમણે વર્ષ 2014 અને 2019માં પણ આ મંદિરમાં દર્શન કર્યા હતા. એવું કહેવાય છે કે, મંગળવાર કાલભૈરવનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન કાલભૈરવના દર્શન અને પૂજનથી વિશેષ ફળ મળે છે.