નરેન્દ્ર મોદીનો આજે ચીનમાં બીજો દિવસ હતો. આજે પણ મોદી અને ચીનના રાષ્ચ્રપતિ શી જિનપિંગ વચ્ચે 3 વખત મુલાકાત થઈ હતી. આજે સવારે બંને નેતાએ તળાવના કિનારે ફરતા ફરતા ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ ત્યાંની સ્પેશિયલ ચા પણ એક સાથે જ લીધી હતી. તે ઉપરાંત આજે બંને નેતાઓ ઈસ્ટ લેકમાં સાથે બોટિંગ પણ કર્યું અને બપોરે સાંથે લંચ પણ લીધું હતું. મોદી ભારતીય સમય પ્રમાણે બપોરે 12.30 વાગતા ભારત આવવા રવાના થઈ ગયા છે.
પ્રતિનિધિ મંડળ સાથે ચર્ચા દરમિયાન મોદીએ જિનપિંગને કહ્યું છે કે, દુનિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે ભારત-ચીન મોટી ભૂમિકા નિભાવશે. બંને દેશોમાં દુનિયાની 40 ટકા વસ્તી રહે છે. આપણી પાસે આપણાં લોકોનું કામ કરવાની સાથે સાથે દુનિયા માટે પણ કામ કરવાનો અવસર છે. આપણે વિશ્વ શાંતિમાં મહત્વની ભૂમિકા નિભાવી શકીએ છીએ. અનઔપચારિક બેઠકની પરંપરા શરૂ કરતા મોદીએ આવતા વર્ષે જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com