વડાપ્રધાન મોદી એપ્રિલ મહિનામાં ફરીવાર ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ દરમિયાન પીએમ ગાંધીનગર સ્થિત આધુનિક રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલનું લોકાર્પણ કરી શકે છે. આ સાથે જ વડાપ્રધાન આવે તે સ્થિતિમાં અન્ય કાર્યક્રમો પણ જોડે ગોઠવવા માટે આયોજન કરાઈ રહ્યું છે. માર્ચ મહિનામાં જ વડાપ્રધાન બે વખત ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે.ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે, જ્યાં ટ્રેનની રાહ જોતા પેસેન્જરો ભગવાનની પ્રાર્થના-બંદગી કરી શકશે. ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. તમામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ પાસે ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપ્યો છે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં છે. જેથી હોટલ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાશે.ગઈકાલે 12મી માર્ચે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે આવ્યા હતા. વડાપ્રધાને ક્રીમ કલરનો ઝભ્ભો અને ખાદીનો ખેસ પહેરી ગાંધી આશ્રમ આવ્યા હતા, જ્યાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યાર બાદ 7 મિનિટ સુધી આશ્રમમાં રોકાયા હતા, જ્યાં હૃદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી તેમજ વિઝિટર બુકમાં સંદેશ લખી સભા સ્થળે પહોંચ્યા હતા. ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરાઈ હતી. આ પ્રસંતે તેમણે દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા