આ ૧૪ લેનનો એક્સપ્રેસ વે ૮.૭૧૬ કિમી લાંબો છે અને ૩૦ મહિનાની નિર્ધારિત સમયસીમાની જગ્યાએ માત્ર૧૮ મહિનામાં કામ પૂર્ણ કરાયું.

વેલસ્પન એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનું પ્રતિષ્ઠિત પેકેજ ૧નું કાર્ય નેશનલ હાઇવે ઓથોરિટીઓફ ઇન્ડિયાની છત્રછાયામાં પૂર્ણ કર્યું.

આ ગ્રીન એક્સપ્રેસ વેની વિશેષતાઓ બંન્ને બાજુ સાઇકલિંગ ટ્રેક, ટપક સિંચાઇની સાથે વર્ટિકલ ગાર્ડન્સ, સોલર લાઇટિંગ વગેરે છે.

 મુસાફરીનો સમય ૪૫-૫૦ મીનીટથી ઘટીને ૮ મીનીટ થઈ જશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના સૌપ્રથમ હાઇબ્રિડ ૧૪ લેનના એક્સપ્રેસ વે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે (દિલ્હી સેક્શન)નું ઉદ્ઘાટન કર્યું. હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ આ એક્સપ્રેસ વે એનએચએઆઈ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિમિટેડ સમૂહે વિકસાવ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન શ્રી નીતિન ગડકરી, રાજયકક્ષાના માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન શ્રી મનસુખ માંડવિયા, સાંસદ સભ્ય શ્રી મહેશ ગિરી, શ્રી રાજેન્દ્ર અગ્રવાલ, વેલસ્પન સમૂહના ચેરમેન શ્રી બી.કે. ગોએન્કા અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી સંદિપ ગર્ગ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે શ્રી ગડકરીએ હરિત અને ટકાઉ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેને ખુબજ ટૂંકા સમયમાં પૂર્ણ કરવા બદલ એનએચએઆઇ અને વેલસ્પન સમૂહને અભિનંદન પાઠવ્યાં હતાં.

વેલસ્પન સમૂહે પોતાની તકનીકી શ્રેષ્ઠતાના બળે પોતાના વિવિધ કારોબાર દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યું છે તથા એનએચએઆઈ સાથે સહયોગ કરીને વિવિધ એચએએમ પ્રોજેસને વિકસિત કરવામાં ગર્વ અનુભવે છે આ પ્રસંગે વેલસ્પન સમૂહના ચેરમેન શ્રી ગોએન્કાએ જણાવ્યું હતું કે, “કેન્દ્રમાં ચાર વર્ષ પૂર્ણ કરવા બદલ તથા ભારતમાં પરિવર્તન લાવવામાં અને કનેક્ટ ઇન્ડિયાના વિઝન બદલ અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવીએ છીએ. હાઇબ્રિડ એજ્યુઇટી મોડલ અંતર્ગત એનએચએઆઇની સાથે સહયોગ કરવા માટે અમે ગર્વ અને આદર અનુભવીએ છીએ. વેલસ્પન એન્ટરપ્રાઇઝિસ પ્રથમ કંપની છે કે જેણે આ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે ફાઈનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. અમે વર્ટિકલ ગાર્ડન્સ, સાઇકલિંગ ટ્રેક, સોલર લાઇટિંગ અને આ સ્ટ્રેચના બ્યુટિફિકેશન જેવી ઈન્ડસ્ટ્રીની પ્રથમ પહેલમાં યોગદાન આપવામાં ગર્વ અનુભવીએ છીએ. એનએચએઆઇની સાથે આ એક્સપ્રેસ વેની પૂર્ણતા ઇન્ફાસ્ટ્રક્ટરના ક્ષેત્રમાં અમારી મજબૂત ક્ષમતાઓને દર્શાવે છે તથા લિડિંગ ટુમોરો ટુગેધરના અમારા ખ્યાલને સાચા અર્થમાં પ્રતિબિંબિત કરે છે.”

વેલસ્પન એન્ટરપ્રાઇઝિસે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે (પેકેજ ૧) ને દોઢ વર્ષમાં પૂર્ણ કરીને નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે, જ્યારે કે તેની નિર્ધારિત સમયસીમાં ૩૦ મહિનાની હતી. આમ કરીને કંપનીએ કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતામાં નવી ઉંચાઈ હાંસલ કરી છે. આ એકસપ્રેસ વેમાં ઘણી વિશેષતાઓ છે જેમાં બંન્ને તરફ ભારતનો પ્રથમ સાઇકલિંગ ટ્રેક, વર્ટિકલ ગાર્ડન્સ, સોલર લાઇટિંગ, ટપક સિંચાઈ પદ્ધતિ, કુતુબ મિનાર અને અશોક સ્તંભ જેવી પ્રતિકૃતિ, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (એટીએમએસ), સીસીટીવી અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.

પ્રતિ કલાક ૧૨૦ કિમીની સ્પીડ માટે તૈયાર કરાયેલા આ એક્સપ્રેસ વે મુસાફરીનો સમય ૪૫ મીનીટથી ઘટાડીને માત્ર ૮ મીનીટ કરી દેશે, જેનાથી ઓછા પ્રદૂષણની સાથે ઇંધણમાં બચત અને લાખો લોકોને સારી જીવન શૈલી સાથે સાંકળવામાં મદદ મળી રહેશે.

ઉલ્લેખનીય છે કે વેલસ્પન ગ્રુપ પોતાની વિવિધ સામાજિક પહેલ માટે ઓળખાય છે અને કંપનીએ હાઇવે ઉપર ઝુંપડપટ્ટીના પુનર્વસનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત કંપની સ્થાનિક લોકો માટે હાઇજીન, મહિલા સશક્તિકરણ અને બાળકોને શિક્ષણ જેવા વિવિધ સામાજિક કાર્યક્રમો પણ ચલાવે છે. ટપક સિંચાઈ, સોલર પ્લાન્ટ અને લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્રસ સાથે કંપનીએ એક્સપ્રેસ વેને હરિયાળા પટ્ટામાં પરિવર્તિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.