‘આશિઆન’માં જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબલ સાથે કરી દ્વિપક્ષીય વાતચીત

દક્ષિણ એશિયન દેશ ફિલિપિન્સની રાજધાની મનિલા ખાતે ચાલી રહેલી ‘આશિઆન’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો સાથે મંત્રણા કરી હતી. તેમણે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે અને ઓસ્ટ્રેલિયાને વડાપ્રધાન માલ્કમ ટર્નબલ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ સિવાય તેમણે વિયેતનામ પ્રમુખ ન્યુયેન શુઆન સાથે પણ બેઠક કરી હતી. ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકેન્ડિ બાર્ડેમ સાથે બેઠક કરી વેપાર અને રોકાણ મામલે ચર્ચા કરી હતી. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના વડાઓએ સંયુકત મીટિંગ કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. મોદીએ ફિલિપિનના પ્રમુખ રોડરીગો દુતેર્તે સાથષ કરેલી બેઠકનો મુખ્ય મુદ્દો આતંકવાદ રહ્યો હતો. તેમણે ચર્ચા કરી હતી કે, ભારત અને ફિલિપિન્સની વ્યાધિ એક જ છે. આ મુદ્દો આતંકવાદનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આશિઆન’ દેશના નેતાઓને આગામી પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીના રોજ ભારતના મોંઘેરા મહેમાન બનવા પણ આમંત્રણ આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.