વિશ્વમાં વર્ચસ્વ જમાવવા મથતા ચીનને રોકી શકાશે
એશિયામાં ચીનને એક માત્ર ભારત જ પડકાર ફેંકી શકે છે
ચીન ભારતનો સૌથી મોટો હરીફ દેશ છે કોરોનાના સંક્રમણ બાદ ચીન વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેર કરેલા ર૦ લાખ કરોડના આર્થિક પેકેજમાં ‘લોકલ-વોકલ’નો ઉલ્લેખ કરી આત્મનિર્ભર બનવાની વાત કરી છે. આત્મનિર્ભર બનવા સ્વદેશી વસ્તુઓ વાપરવા સાથે સાથે બીજાને પણ સ્વદેશી વસ્તુ વાપરતા રહેવાની પણ વડાપ્રધાને વાત કરી છે. ચીનને સબક શીખવવા માટે જ વડાપ્રધાને આ ‘લોકલ-વોકલ’ની વાત કરી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશની અર્થ વ્યવસ્થા ઝડપથી આગળ વધારવાની છે અર્થ વ્યવસ્થાની ઝડપ વધારવાની જ નથી પણ હવે આપણી અર્થ વ્યવસ્થાને કવોન્ટમ જંપ લગાવવાનો છે.
વડાપ્રધાને પોતાના વકતવ્યમાં જણાવ્યું કે ભારતે બીજા દેશો પરની નિર્ભરતા ઓછી કરવી પડશે દેશમાં હવે સ્થાનિક સ્તરે લોકોને સ્વરોજગારી અપાવવા દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો છે. જેથી ચીની ઉત્પાદનોનો દબદબો ઓછો કરી શકાય. વડાપ્રધાને આ માટે પીપીઇ કિટનો ઉલ્લેખ પણ કર્યો હતો.
સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત દુનિયા માટે એક બજાર સાથે માંગનું પણ સૌથી મોટું ક્ષેત્ર છે. જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ભાર મુકવાનું મુખ્ય કારણ ચીન સાથેની કુટનીતિનું છે. એક તરફ જયારે આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે અને પોતાની અર્થ વ્યવસ્થા સરખી કરવાની જહેમત ઉઠાવે છે ત્યારે ચીન બીજા દેશોના મોટા પાયે નિકાસ કરી નાણાં કમાઇ પોતાનું ખાનગી મિશન આગળ વધારી રહ્યું છે.
કોરોનાના જંગ વચ્ચે ચીની સેના એક તરફ લશ્કરી ડ્રીલ કરે છે તો બીજી તરફ પાડોશી દેશો ઉપર લડાયક વિમાનો તથા હેલીકોપ્ટર ઉડાવીને સંબંધોમાં તણાવ ઉભા કરી રહ્યું છે.
લડાખ અને સિકિકમમાં ચીની સેના અને ભારતીય સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીન કયાંરેક એવરેટ પર પજી ટેકનીક ઇન્સ્ટોલ કરવા લાગે છે.
ચીનને સબક શીખવવાની ક્ષમતા એશિયામાં ફકત ભારત પાસે જ છે. જો ભારત એમ ન કરે તો આપણા સામુહિક હિતોને નુકશાન પહોંચી શકે છે.
ચીન વારંવાર એવા ઉબાડીયા કરે છે જેથી એશિયાના દેશો તથા આંતર રાષ્ટ્રીયસ્તરે ચિંતા વધતી રહે છે. એમાં પણ સૌથી વધુ પરેશાની ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, તાઇવાન, જાપાન અને દક્ષિણ કોરીયા જેવા પાડોશી દેશોને થઇ રહી છે.
તમને એ જણાવીએ કે ભારતમાં ઉપયોગમાં લેવાતા મોબાઇલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રોનીકસ, શણગાર, લાઇટીંગ સહિત કેટલાક ઉત્૫ાદનો ચીનમાં જ બનેલા હોય છે અને આપણે તેનો હોંશે હોંશે ઉપયોગ કરીએ છીએ.
ચીન ભારતમાં પોતાના ઉત્પાદનો વેચી નાણા કમાય છે અને તે નાણાંનો પોતાના દેશના વિકાસ માટે તથા એશિયા સહિત આખી દુનિયામાં આધિપત્ય (વર્ચસ્વ) જમાવવા ઉપયોગ કરે છે. કુટનીતિની દ્રષ્ટિએ ચીનની આ ચાલને રોકવા તથા ભારતીય અર્થતંત્રને બેઠુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આર્થિક પેકેજ જાહેર કરતી વેળાએ ‘લોકલ’ તથા ‘વોકલ’નો નારો આપ્યો હતો. લોકલ એટલે સ્થાનિક ઉત્પાદન વાપરવા અને ‘વોકલ’એટલે સ્થાનિક ઉત્૫ાદનો વાપરવાની વાત બીજાને કહેવાની છે.