પ્રધાનમંત્રી સતત વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે: દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રતિભાવોની માહિતી સતત મેળવતા રહેવા દરરોજ ૨૦૦ થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરે છે
કોવિડ-૧૯ વિરૂઘ્ધ ભારતની લડાઇમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ હિતધારકો સતત વાર્તાલાપ ચાલુ રાખ્યો છે.
પ્રધાનમંત્રી દરરોજ વિવિધ રાજયોના રાજયપાલો, મુખ્યમંત્રીઓ અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે ફોન કોલના માઘ્યમથી વાત કરવા સહિત ૨૦૦ થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરીને કોવિડ-૧૯ રોગચાળા વિરુઘ્ધ ભારતની લડાઇ વિશે આવતા પ્રતિભાવોની સતત માહીતી મેળવી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ ટેકનોલોજીના માઘ્યમથી દેશના ખુણે ખુણાના વિવિધ ડોકટરો, નર્સો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને સેનિટેશન સ્ટાફ સાથે પણ જોડાઇને રાષ્ટ્ર તેમજ સમાજને તેઓ નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે તે બદલ પ્રોત્સાહિત કર્યા અને કૃતજ્ઞતા વ્યકત કરી.
કોરોના વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસોના ભાગરુપે મોદી વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી વિવિધ ક્ષેત્ર અને વર્ગના તમામ લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે.
જાન્યુઆરી મહિનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-૧૯ વિરુઘ્ધ લડવા માટેની રીતો અને માઘ્યમો અંગે અલગ અલગ ક્ષેત્રના લોકો અને અધિકારીઓ સાથે સતત બેઠકો અને ચર્ચાઓનો દોર ચાલુ રાખ્યો છે.
પ્રધાનમંત્રી દરરોજ બેઠક યોજી રહ્યા છે જેમાં કેબીનેટ સચિવ અને પ્રધાનમંત્રી કચેરીના અગ્ર સચિવ દ્વારા નિયમિત ધોરણે તેમના પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે માહીતી પૂરી પાડવામાં આવે છે.
આ વાયરસનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા વિશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધનની અઘ્યક્ષતામાં રચાયેલા મંત્રીઓના સમુલ દ્વારા પણ પ્રધાનમંત્રીને નિયમિત અપડેટસ આપવામાં આવે છે.
નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસની લડાઇમાં દેશને સંકલ્પ અને સંયમનો મંત્ર આપ્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને ગભરાટમાં આવીને આવશ્યક જીવન જરૂરિયાતની ચીજોની વધુ પડતી ખરીદી ટાળવાની અપીલ કરી હતી અને તમામ આવશ્યક ચીજોનો પુરવઠો સતત જળવાઇ રહેશે તેવી ખાતરી આપી હતી.
કોવિડ-૧૯ મહામારીના કારણે દેશમાં ઉભા થયેલા આર્થિક પડકારોને સામનો કરવા માટે પ્રધાનમંત્રીએ કેન્દ્રીય નાણામંત્રીના હાથ નીચે કોવિડ-૧૯ આર્થિક પ્રતિક્રિયા ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ પડકારોનો સામનો કરવા માટે આ ટાસ્ક ફોર્સ હિતધારકો સાથે વિચારવિમર્શ કરશે. પ્રતિભાવો લેશે અને તેના આધારે નિર્ણયો લેવામાં આવશે. આ પડકારોનો સામનો થઇ શકે તે માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમલ થાય તેની પણ આ ટાસ્ક ફોર્સ દ્વારા ખાતરી કરવામાં આવશે.
કોવિડ-૧૯ મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિ જેવી કોઇપણ પ્રકારની કટોકટી અથવા તકલીફની પરિસ્થિતિને પહોંચી વળવાના પ્રાથમીક આશય સાથે તેમજ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે એક સમર્પિત રાષ્ટ્રીય ભંડોળની જરુરીયાતને ઘ્યાનમાં રાખીને કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રીનું નાગરીક સહાય અને રાહત ભંડોળ નામની એક સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ ઉભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી આ ટ્રસ્ટના ચેરમેન છે. અને તેના સભ્યોમાં સંરક્ષણ મંત્રી,ગૃહ મંત્રી, અને નાણા મંત્રી સામેલ છે.
નરેન્દ્ર મોદીની સરકારે ૨૬ માર્ચના રોજ રૂ.૧.૭ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી જેમાં કટોકટીના સમયમાં ગરીબોને રોકડ સહાય ટ્રાન્સફર કરવા પર ઘ્યાન આપવામાં આવ્યું છે.
કોરોના વાયરસના પ્રભાવથી ઉભી થતી આર્થિક તંગીની સ્થિતિમાં ગરીબોને મદદ કરવા માટે આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ૩ મહિના સુધી મફત ખાદ્યા કઠોળ અને ગેસ આપવાની જોગવાઇ સામેલ છે.
આ મુશ્કેલ સમયમાં દવાઓ અને તબીબી ઉપકરણોનો નિયમિત પુરવઠો જળવાઇ રહે તે માટે પ્રધાનમંત્રીએ ર૧ માર્ચ ૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી ફાર્મા ક્ષેત્રના પ્રતિનિધિઓ સામે પણ બેઠક યોજી હતી. આ વાર્તાલાપમાં પ્રધાનમંત્રીએ ફાર્મા ઉઘોગને કહ્યું હતું કે તેઓ કોવિડ-૧૯ ના પરીક્ષણ માટે ટેસ્ટીંગ કીટસના ઉત્પાદન પર યુઘ્ધના ધોરણે કામ કરે તેમણે તેમને ખાતરી આપી હતી કે તેનો પૂરતો પુરવઠો અને દેશમાં જ તેનું ઉત્પાદન કરવા માટે સરકાર પ્રતિબઘ્ધ છે.
૨૦ માર્ચ અને ૧૧ એપ્રીલના રોજ પ્રધાનમંત્રીઓ કોવિડ-૧૯ ના પડકારોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો કરવા બાબતે વિડીયો કોન્સરન્સ મારફતે રાજયોના મુખ્યમંત્રીએ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ર૦ માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં તેમણે સાથે મળીને આ પડકારનો સામનો કરવા માટે સૌની કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ આ વાયરસના ફેલાવા પર સતત ચાંપતી નજર રાખવા માટે કહ્યું હતું તેમજ કેન્દ્ર તેમજ રાજયોએ આ મહામારીનો સામનો સાથે મળીને જ કરવો પડશે તેમ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિવિધ દેશો જેમ કે ચીન, ઇટાલી, ઇરાન અને દુનિયાના અન્ય દેશોમાં ફસાયેલા ૨૦૦૦ થી વધુ ભારતીયોને બચાવીને સ્વદેશ લાવ્યું છે.