PM મોદી રવિવારે મોડી સાંજે રશિયા જવા રવાના થઈ ગયા. 4 વર્ષમાં રશિયાનો ચોથો પ્રવાસ છે. તે સોમવારે સોચી શહેરમાં પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક શિખર બેઠક કરશે. મોદી, પુતિનના આમંત્રણ પર રશિયા પહોંચ્યા છે. મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી લઈને અમેરિકાના હટવાથી પ્રભાવ, આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાન અને ન્યૂક્લિયર પાવર અંગે વાતચીત થવાની સંભાવના છે.
Prime Minister #NarendraModi on Monday morning left for #Russia‘s #Sochi for an informal summit with Russian President #VladimirPutin.
Read @ANI Story | https://t.co/QJTV1w5AS9 pic.twitter.com/U19kBE7TPI
— ANI Digital (@ani_digital) May 21, 2018
રશિયામાં ભારતના રાજદૂત પંકજ શરણે કહ્યું કે પુતિન અને મોદી વચ્ચે આ મુલાકાત ખૂબ જ ખાસ છે. પુતિને અનેક મુદ્દા પર વાટાઘાટો માટે પીએમ મોદીને રશિયા આવવા આમંત્રણ આપ્યું છે. પુતિનની ઈચ્છા છે કે બંને નેતા ભવિષ્યમાં રશિયાની પ્રાથમિક્તાઓ, વિદેશ નીતિ અને પારસ્પરિક સંબંધો પર વાત કરશે. પુતિન અને મોદી સાથે લંચ કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com