ચીન સાથે ચાલી રહેલા તણાવ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે 5 વાગ્યે ઓલ પાર્ટી મીટિંગ આયોજિત કરી છે. આ બેઠકમાં 20 મુખ્ય પાર્ટીના નેતા સામેલ થશે. કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધી અને TMC તરફથી મમતા બેનર્જી સામેલ થાય તેવી સંભાવના છે. આમ આદમી પાર્ટી અને RJDનો દાવો છે કે તેમને આમંત્રણ મળ્યું નથી.
All party meet called by Prime Minister Modi – 20 parties to attend the meet today, Home Minister, Defence Minister and BJP president JP Nadda to also be present in the virtual meet. Defence Minister Rajnath Singh personally called & invited all leaders on behalf of PM yesterday.
— ANI (@ANI) June 19, 2020
અુસાર 4 ક્રાઇટેરિયાના આધારે ઓલ પાર્ટી મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલો- દરેક નેશનલ પાર્ટી. બીજો- જે પાર્ટીઓના લોકસભામાં 5 સાંસદ છે. ત્રીજો- નોર્થ ઇસ્ટની મુખ્ય પાર્ટીઓ. ચોથો- જે પાર્ટીના નેતા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ છે. તેના આધારે 20 પાર્ટી આજની મીટિંગમાં સામેલ થશે.