દેશમાં 44 સ્થળોએ યોજાયા રોજગાર મેળા : વડાપ્રધાને નોકરી મેળવનાર યુવાનો સાથે સંવાદ પણ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લગભગ 70,000 યુવાનોને વીડિયો કોન્ફરન્સ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. આ સાથે વડાપ્રધાન મોદીએ આ યુવાનો સાથે સંવાદ પણ કર્યો હતો.
દેશભરમાં 44 સ્થળોએ આ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી રહી છે. પીએમઓએ કહ્યું કે દેશભરમાંથી પસંદ કરાયેલા આ યુવાનોને વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ યુવાનો સરકારમાં મહેસૂલ વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, પોસ્ટ વિભાગ, શાળા શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, જળ સંસાધન વિભાગ, કર્મચારી અને તાલીમ વિભાગ અને ગૃહ મંત્રાલયના વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટેનો પ્રયાસ છે. તેનાથી વધુ રોજગારીનું સર્જન થશે અને યુવાનોના સશક્તિકરણ માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે પ્રેરક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે. નવનિયુક્ત વ્યક્તિઓને પણ ‘કર્મયોગી પ્રરંભ’ દ્વારા તાલીમ મેળવવાની તક મળશે. કર્મયોગી પ્રરંભ એ વિવિધ સરકારી વિભાગોમાં નવનિયુક્ત તમામ વ્યક્તિઓ માટે એક ઓનલાઈન અભ્યાસક્રમ છે.