ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન ધોની અને તેની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને તેમને આ ચેલેન્જ સ્વીકારવાનો પડકાર આપ્યો હતો. આજે વહેલી સવારે મોદીએ ટ્વિટ કરીને વિરાટ કોહલીની ચેલેન્જનો સ્વીકાર કરીને કહ્યું છે કે, તે ટૂંક સમયમાં જ તેમનો ફિટનેસનો વીડિયો શેર કરશે.
I have accepted the #FitnessChallenge by @ra_THORe sir. Now I would like to challenge my wife @AnushkaSharma , our PM @narendramodi ji and @msdhoni Bhai for the same. ? #HumFitTohIndiaFit #ComeOutAndPlay pic.twitter.com/e9BAToE6bg
— Virat Kohli (@imVkohli) May 23, 2018
વડાપ્રધાને કહ્યું- પડકાર મંજૂર છે
નરેન્દ્ર મોદીએ વિરાટનો પડકાર મંજૂર કરતા એક ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં પીએમએ લખ્યું છે કે, વિરાટ મને ચેલેન્જ મંજૂર છે. હું જલ્દી જ મારો ફિટનેસ વીડિયો શેર કરીશ.
Challenge accepted, Virat! I will be sharing my own #FitnessChallenge video soon. @imVkohli #HumFitTohIndiaFit https://t.co/qdc1JabCYb
— Narendra Modi (@narendramodi) May 24, 2018
રાજ્યવર્ધને ઓફિસમાં કર્યા હતા પુશઅપ્સ
કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસ પ્રતિ લોકોને જાગ્રત કરવા માટે ટ્વિટર પર એક અભિયાન ચલાવ્યું છે. તેમણે 22મેના રોજ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેઓ તેમની ઓફિસમાં પુશઅપ્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો સાથે તેમણે વિરાટ, સાઈના નહેવાલ અને રિહ્રિત રોશનને ચેલેન્જર કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com